REUTERS/Thomas White/File Photo

ગુજરાતમાં એન્ટી કરપ્શન બ્યૂરોએ વોટ્સએપથી ભ્રષ્ટાચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવાની સુવિધા ચાલુ કરી છે. બ્યૂરોએ આ માટે વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. એસીબીના જણાવ્યા અનુસાર, કોઈપણ ફરિયાદી ભ્રષ્ટાચાર આચરનારા વિરુદ્ધના પુરાવા વોટ્સએપ પર મોકલી શકશે.

પુરાવા મોકલનારા વ્યક્તિનું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે.જે કોઈ ભ્રષ્ટાચારી વિરુદ્ધ કોઈ જાગૃત નાગરિક ફરિયાદ કરવા માગતો હોય તે એસીબીને તેના ફોટા, પુરાવા તો મોકલી જ શકે છે. તેમજ આવક કરતાં વધુ મિલકત ધરાવતા સરકારી કર્મચારીની પ્રોપર્ટી, વાહનો, કે પછી તેની પાસે જમીન, મકાન સહિતની કોઈપણ વસ્તુ હોય તો તેની માહિતી પણ આપી શકે છે.