અમદાવાદ શહેરમાં 81 ટકા લોકોમાં કોરોનાના એન્ટિબોડી ડેવલપ થયા છે, એમ પાંચમાં સેરો સરવેમાં જણાવાયું હતું. દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં રહેતા અમદાવાદીઓમાં કોરોનાના એન્ટીબોડીનું લેવલ સૌથી વધારે જોવા મળ્યું હતું. આ ઝોનમાંથી લેવાયેલા સેમ્પલમાંથી 87% વસતિમાં કોવિડ એન્ટીબોડી મળી આવ્યા હતા. દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં જોધપુર, વેજલપુર, સરખેજ અને મક્તમપુરા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે.

કોરોનાની ઘાતક બીજી લહેર પછી 28 મેથી 3 જૂન વચ્ચે પાંચમો સીરો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) 5,000 જેટલા લોકોના સેમ્પલ લીધા હતા અને તેમાંથી એકંદરે 81.63% સેરોપોઝિટિવિટી મળી હતી.

મણીનગર, ઈન્દ્રપુરી, કાંકરિયા, વટવા, લાંભા અને બહેરામપુરા વગેરે વિસ્તારોનો સમાવેશ થતાં દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 87% લોકોમાં કોવિડ એન્ટીબોડી ડેવલપ થઈ હતી. AMCના સિનિયર અધિકારીએ કહ્યું, ફેબ્રુઆરી દરમિયાના અમે ચોથો સેરો સરવે હાથ ધર્યો હતો અને એ સમયે લીધેલા સેમ્પલમાંથી 27.92% લોકોમાં કોવિડ એન્ટીબોડી હતા.