(Photo by SEBASTIAN D'SOUZA/AFP via Getty Images)

ભારતના સંગીતકાર અને સિતારવાદક અનુષ્કા શંકર 5 ફેબ્રુઆરીએ લોસ એન્જલસમાં માઇક્રોસોફ્ટ થિયેટરમાં 65મા વાર્ષિક ગ્રેમી એવોર્ડ સમારોહમાં પરફોર્મ કરશે.

સિતારવાદક તેમના નવા આલ્બમ ‘વલ્ચર પ્રિન્સ’ના ગાયક અરુજ આફતાબ સાથે “ઉધેરો ના” ગીત રજૂ કરશે. આ ગીતને આ વર્ષના ગ્રેમીમાં શ્રેષ્ઠ વૈશ્વિક સંગીત શ્રેણીમાં નોમિનેટ કરાયું છે. મેટ્રોપોલ ​​ઓર્કેસ્ટ અને જ્યુલ્સ બકલી સાથેના અનુષ્કાર શંકરના ‘બિટવીન અસ…’ને પણ બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમ માટે નોમિનેટ કરાયું છે. એક વર્ષમાં બે ગ્રેમી નોમિનેશન મેળવનારા અનુષ્કા શંકર ભારતના પ્રથમ મહિલા સંગીતકાર બન્યા છે.

અનુષ્કા શંકરે જણાવ્યું હતું કે હું ત્રીજી વખત ગ્રેમી એવોર્ડ પ્રીમિયર સમારંભમાં પરફોર્મ કરવા માટે ખરેખર ઘણી જ ઉત્સાહિત છું. આ વખતે હું વન્ડરફૂલ અરુજ આફતાબ સાથે સ્ટેજ શેર કરવા માટે ઉત્સાહિત છું. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે હું આ ગીત પરના મારા સંગીત અને મારા આલ્બમ ‘બિટવીન અસ…’ને ફરીથી નોમિનેશન સાથે સન્માન મળ્યું છે તેનું હું આભારી છે. મને મારા વાદ્ય સિતાર અને ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો ગર્વ છે.

2002માં ગ્રેમીમાં નોમિનેશન મળ્યું હોય તેવી અનુષ્કા શંકર પ્રથમ હતા. ‘લાઇવ એટ કાર્નેગી હોલ’ માટે વર્લ્ડ મ્યુઝિક કેટેગરીમાં નોમિનેશન મેળવવાર સૌથી યુવા સંગીતકાર બન્યા હતા. 2005માં આ સમારંભમાં પર્ફોર્મન્સ આપનાર તે પ્રથમ ભારતીય સંગીતકાર બન્યા હતા. તેઓ 2016માં પ્રેઝન્ટર બન્યા હતા અને અને 2021માં બીજી વખત પર્ફોર્મ કર્યું હતું. ‘રાઈઝ’, ‘ટ્રાવેલર’, ‘ટ્રેસ ઓફ યુ’, ‘હોમ’, ‘લેન્ડ ઓફ ગોડ’ આલ્બમ્સ માટે તેમને આ સૌથી મોટો મ્યુઝિક એવોર્ડ માટે નોમિનેટ કરાયા હતા.

65મો ગ્રેમી એવોર્ડ સમારોહનું રેકોર્ડિંગ એકેડમીની યુટ્યુબ ચેનલ અને live.Grammy.com પર લાઈવ સ્ટ્રીમ થશે.

LEAVE A REPLY

16 − 3 =