બુધવારે લુસેલમાં લુસેલ સ્ટેડિયમ ખાતે ફિફા વર્લ્ડ કપ 2022 ની સેમિફાઇનલમાં ક્રોએશિયા સામેની મેચ દરમિયાન આર્જેન્ટિનાના જુલિયન અલ્વેરેઝ એક્શનમાં છે. (ANI ફોટો)

કતારમાં રમાઇ રહેલા ફિકા ફૂટબોલ વર્લ્ડકપ 2022ની પહેલી સેમિફાઇનલમાં આર્જેન્ટિના ગયા વર્લ્ડકપની રનર્સઅપ ક્રોએશિયાને 3-0થી હરાવીને ફાઈવલમાં પ્રવેશ મેળવ્યો હતો. આ મેચમાં મેસ્સીએ પ્રથમ ગોલ મેચના 34મી મિનિટમાં જ કર્યો હતો. આર્જેન્ટિનાના સ્ટાર ખેલાડી લિયોનેલ મેસીએ પેનલ્ટી કોર્નર પર આ ગોલ કર્યો હતો.

ફિફા વર્લ્ડકપ 2022માં મેસ્સીનો આ પાંચમો ગોલ હતો. વર્લ્ડકપ ઈતિહાસમાં મેસ્સીના 11 ગોલ થયા હતા . મેચમાં જુલિયન અલ્વારેઝે આર્જેન્ટિના માટે બીજો ગોલ કર્યો હતો. જુલિયન અલ્વારેઝે આ ગોલ 39મી મિનિટે કર્યો હતો. મેચના પ્રથમ હાફના અંત સુધીમાં આર્જેન્ટિનાની ટીમ 2-0થી આગળ હતી. આ પછી બીજા હાફમાં લિયોનેલ મેસીએ પોતાનો બીજો અને 58મી મિનિટે ટીમ માટે ત્રીજો ગોલ ચૂકી ગયો. જો કે લિયોનેલ મેસીએ 69મી મિનિટે જુલિયન આલ્વારેઝને બોલ પાસ કર્યો અને આ યુવા ખેલાડીએ કોઈ ભૂલ ન કરી જુલિયન આલ્વારેઝે તકને ગોલમાં પરિવર્તિત કર્યો હતો અને મેચમાં તેનો બીજો ગોલ હતો.

આ વર્ષે ક્રોએશિયાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. 2018ના વર્લ્ડ કપમાં પણ ક્રોએશિયા ફાઈનલમાં ફ્રાન્સ સામે રમી હતી. બીજી તરફ આર્જેન્ટિનાને પહેલી મેચમાં સાઉદી અરેબિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ પછી આર્જેન્ટિનાએ સતત સારું પ્રદર્શન કરીને સેમિફાઈનલમાં સ્થાન મળ્યું હતું. આર્જેન્ટિનાએ નેધરલેન્ડ્સને ક્વાર્ટર ફાઈનલમાં પેનલ્ટી શૂટઆઉટમાં હરાવ્યું હતું. ક્રોએશિયાએ વર્લ્ડ કપની દાવેદાર ગણાતી બ્રાઝિલને પરાજય આપ્યો હતો.

બન્ને ટીમ છેલ્લીવાર 2018ના વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાં મળી હતી. ત્યારે ક્રોએશિયાએ આર્જેન્ટિનાને 3-0થી હરાવ્યું હતું. ક્રોએશિયાએ આ વર્લ્ડ કપમાં શાનદાર પરફોર્મન્સ આપ્યું છે. ટીમે ગ્રુપ સ્ટેજમાં એક મેચ જીતી અને 2 ડ્રો કરી હતી. આ પછી રાઉન્ડ ઑફ 16માં લુકા મોડ્રિચની ટીમે જાપાનની સામે 1-1થી ડ્રો કરી હતી અને પછી પેનલ્ટી શૂટઆઉટમાં મેચ જીતી લીધી હતી.

LEAVE A REPLY

14 + twelve =