Arjun Kapoor
(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

ફિલ્મકાર બોની કપૂરનો પુત્ર અર્જુન હવે મ્યુઝિક વીડિયોમાં પોતાની નસીબ અજમાવવાનો પ્રયાસ કરી રહ્યો તેવું લાગે છે. તે ટૂંક સમયમાં રકુલપ્રીત સિંહ સાથે એક મ્યુઝિક વીડિયોમાં જોવા મળશે. અર્જુને આ મ્યુઝિક ટ્રેકનું પોસ્ટર પોસ્ટ કર્યું છે અને ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું છે કે, હું અને રકુલ પ્રથમવાર અમારા ગીત સાથએ પરિવર્તન લાવી રહ્યા છીએ. અર્જુન કપૂર હાલમાં જ પરિણીતિ ચોપરા સાથે ફિલ્મમાં જોવા મળ્યો હતો. તે ઓટીટી પ્લેટફોર્મના વેબ સીરીઝ અને ફિલ્મમાં પણ જોવા મળવાનો છે. આ ટ્રેકના ટાઇટલની હજી સુધી જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ તેણે થોડા દિવસ અગાઉ જ આ પોસ્ટરને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે.