Artificial intelligence will take 300 million jobs
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ના ઝડપી વિકાસ સાથે વધુને વધુ લોકો ચિંતિત બન્યા છે કે તેનાથી નોકરીઓ પર જોખમ આવશે. આવી ચિંતા વચ્ચે ગોલ્ડમેન સેક્સના રીપોર્ટમાં આગાહી કરાઇ છે કે જનરેટિવ AIથી 300 મિલિયન જેટલી નોકરીઓને અસર થઈ શકે છે. એઆઈ સંભવિત રૂપે લગભગ 300 મિલિયન (30 કરોડ) પૂર્ણ-સમયની નોકરીઓનો ભોગ લેશે.

આ ઇન્વેસ્ટમેન્ટ બેન્કરે રીસર્ચ નોટમાં જણાવ્યું છે કે જો જનરેટિવ AIની ક્ષમતાઓમાં ધારણા મુજબ વધારો થશે તો  તો શ્રમ બજારમાં મોટો વિક્ષેપ આવશે. યુએસ અને યુરોપ બંનેમાં વ્યવસાયિક કાર્યો પરના ડેટાનો ઉપયોગ કરીને અમે રીસર્ચ કર્યું છે કે વર્તમાન નોકરીઓમાંથી આશરે બે તૃતીયાંશ  સામે અમુક અંશે AI ઓટોમેશનથી જોખમ છે. જનરેટિવ AI હાલની એક ચતુર્થાંશ નોકરીનું સ્થાન લઈ શકે છે.

‘આર્થિક વિકાસ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનાં સંભવિત મોટાં પ્રભાવો’ શીર્ષકવાળી સંશોધન નોંધમાં ગોલ્ડમેને આ આગાહી કરી છે.જો કે, અહેવાલમાં એ પણ ઉમેર્યું હતું કે ટેકનોલોજી પ્રગતિનો અર્થ નવી નોકરીઓ અને ઉત્પાદકતામાં વધારો હોઈ શકે છે, જે આખરે વૈશ્વિક જીડીપીમાં 7 ટકા જેટલો વધારો કરી શકે છે. ChatGPT જેવી જનરેટિવ AI સિસ્ટમ્સ માનવ આઉટપુટ જેવી જ સામગ્રી બનાવી શકે છે અને આગામી દાયકામાં ઉત્પાદકતામાં વધારો લાવી શકે છે.

રીપોર્ટમાં જણાવાયું છે કે હાલના 60 ટકા કામદારો એવી નોકરી કરે છે જે 1040ના દાયકામાં અસ્તિત્વમાં ન હતી. જોકે 1980ના દાયકાથી ટેકનોલોજી ફેરફારને કારણે નોકરીનું સર્જન થાય તેના કરતાં નોકરીનો ભોગ વધુ લેવાયો છે.  અહેવાલ મુજબ, અસર વિવિધ ક્ષેત્રોમાં અલગ અલગ હશે. વહીવટી અને કાયદાકીય ક્ષેત્રોમાં 46 ટકા વહીવટી નોકરીઓ અને 44 ટકા કાનૂની નોકરીઓનો AI ભોગ લઈ શકે છે.

LEAVE A REPLY

18 − eight =