India Pakistan cricket Match
ફાઈલ ફોટો (Photo by AAMIR QURESHI/AFP via Getty Images)

એશિયા કપ 2022ના કાર્યક્રમની મંગળવારે જાહેરાત કરાઈ હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે એ ગ્રૂપમાં દુબઈ ખાતે 28 ઓગસ્ટ ટક્કર જોવા મળશે. ટુર્નામેન્ટનો પ્રારંભ 27 ઓગસ્ટે થશે અને 11 સપ્ટેમ્બરે ફાઇનલ યોજાશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે મંગળવારે સાંજે જાહેરાત કરી હતી. એશિયા કપ આ વખતે ટી-20 ફૉર્મેટમાં રમાશે. પહેલી મેચ શ્રીલંકા અને અફઘાનિસ્તાનની વચ્ચે દુબઈમાં રમાશે, જ્યારે રવિવારે ભારત અને પાકિસ્તાનની ટીમ સામ-સામે રમાશે. આ મેચ પણ દુબઈમાં જ રમાશે.

આ ઈવેન્ટમાં 27 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી ગ્રૂપ મેચ હશે, જે બાદ સુપર-4 ની ટીમની મેચ હશે, જે 3 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી હશે. ગયા વર્ષે ટી-20 વર્લ્ડકપ બાદ આ પહેલીવાર હશે જ્યારે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે રમશે. તે મેચ પણ યુએઈમાં જ રમાઈ હતી. જેમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટથી પરાજ્ય આપ્યો હતો.

પહેલા આ ઈવેન્ટ શ્રીલંકામાં થવાની હતી પરંતુ શ્રીલંકાની પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે ત્યાં આ ટુર્નામેન્ટને રાખવામાં આવી નહીં. એવામાં અંતિમ સમયે આને યુએઈ શિફ્ટ કરવામાં આવી છે. જોકે અહીં પણ આ ટુર્નામેન્ટનુ હોસ્ટ શ્રીલંકા ક્રિકેટ જ રહેશે.