Lord Rami Ranger CBE, Sunny Ahuja, Dipak Shah at The Asian Business Awards 2021 held at the Londoner Hotel in London.
  1. એશિયન બિઝનેસ ઑફ ધ યર એવોર્ડ 2021

બ્રિટનની સૌથી સફળ કંપનીઓમાંનું એક બેસ્ટવે ગ્રુપ તેના 59 ડેપો, ડિલિવરી નેટવર્ક અને ઈ-કોમર્સ ચેનલો દ્વારા સમગ્ર યુકેમાં 130,000 થી વધુ રિટેલર્સ અને 3,000 ફ્રેન્ચાઈઝીને સેવા આપે છે. 2018માં, બેસ્ટવેએ કન્વિવાયાલિટી રિટેલ અને આ વર્ષે કોસ્ટકટર સુપરમાર્કેટ ગ્રૂપનો કબજો લીધો હતો. કોવિડ-19 રોગચાળા અને લોકડાઉન દરમિયાન સમુદાયના રીટેઇલ વિક્રેતાઓને ખૂબ જ સારી સેવાઓ આપી હતી. દર વર્ષે  જૂથ તેના નફાના 2.5 ટકા ચેરિટેબલ ટ્રસ્ટ બેસ્ટવે ફાઉન્ડેશનને દાન કરે છે, જેણે યુકે અને પાકિસ્તાનમાં યોગ્ય હેતુઓ માટે $40 મિલિયનથી વધુનું દાન કર્યું છે.

  1. બિઝનેસવુમન ઓફ ધ યર: રિતુ સેઠી, ધ સેઠી પાર્ટનર સોલિસિટર્સ

સોલીસીટર રિતુ સેઠીએ 1994માં તેમની કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી ફર્મની સ્થાપના કરી હતી. સેઠી તેમના બીજા બાળકની અપેક્ષા કરતા હતા ત્યારે તેમના બિઝનેસ પાર્ટનર માર્ટિનનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.

ઈસ્ટકોટમાં સ્થાપવામાં આવેલી સૌથી લાંબી પ્રેક્ટીસમાંની એક સેઠી પાર્ટનરશીપ સોલિસીટર્સ વેસ્ટ લંડનમાં તેના ગ્રાહકો જ નહીં પરંતુ સ્થાનિક સમુદાયમાં પણ જાણીતી છે. તેમાં 35થી વધુ કર્મચારીઓ 30,000 ક્લાયન્ટ્સની સંભાળ રાખે છે. વરિષ્ઠ ભાગીદાર તરીકે સેઠી તેમની પ્રેક્ટિસ, ક્લાયન્ટ કેર, એથિકલ એન્ડ પ્રોફેશનલ્સ સ્ટાન્ડર્ડસ, ફાઇનાન્સીયલ મેનેજમેન્ટ અને હ્યુમન રીસોર્સીસની જવાબદારી સંભાળે છે. તેમાં કોમ્પ્લાયન્સ ઓફિસર ફોર લીગલ પ્રેક્ટીસ (COLP) અને કોમ્પ્લાયન્સ ઓફિસર ફોર ફાઇનાન્સ એન્ડ એડમિનિસ્ટ્રેશનનો (COFA) સમાવેશ થાય છે.

સેઠી બીબીસી રેડિયો પર પ્રસ્તુત થયા છે; તેઓ એક પ્રેરક વક્તા અને ટીવી પ્રેઝન્ટર પણ છે, અને તેમણે બિઝનેસ અને લીગલ પ્રોફેશનમાં અનેક ઇનામો મેળવ્યા છે.

3 એશિયન બિઝનેસ ફિલાન્થ્રોપી એવોર્ડ: અનિલ અગ્રવાલ

વેદાંતા રિસોર્સિસના ચેરમેન અનિલ અગ્રવાલે 2014માં બિલ ગેટ્સને મળ્યા બાદ અને એન્ડ્રુ કાર્નેગી અને ડેવિડ રોકફેલરના ચેરિટી કાર્યથી પ્રેરાઇને તેમની સંપત્તિનો ત્રણ ચતુર્થાંશ (75 ટકા) ભાગ ચેરિટીમાં દાન કરવાનો સંકલ્પ લીધો હતો.

આ વર્ષે જુલાઈમાં, અનિલ અગ્રવાલ ફાઉન્ડેશને ભારતના સામાજિક વિકાસને મજબૂત કરવા માટેનો રોડમેપ જાહેર કરી આગામી પાંચ વર્ષમાં £500 મિલિયન ફાળવવાનું વચન આપ્યું હતું.

વેદાંતાએ ભારતમાં કોવિડ-19 રોગચાળા માટે PM કેર્સ ફંડમાં £10 મિલિયનનું યોગદાન આપ્યું છે.

કંપનીએ દૈનિક વેતન મેળવનારા અને સ્થાનિક સમુદાયોને ટેકો આપવા માટે કોવિડ-સંબંધિત પહેલ માટે £10 મિલિયનનું વિશેષ ભંડોળ પણ સ્થાપ્યું છે.

ગયા વર્ષે, અગ્રવાલે કહ્યું હતું કે તેમનું ફાઉન્ડેશન, બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન સાથે મળીને ઉત્તર પ્રદેશમાં કુપોષણને નાબૂદ કરવા માટે કામ કરશે.

  1. એશિયન બિઝનેસ રિસ્ટોરેશન ઓફ ધ યર એવોર્ડ 2021: ધ હિન્દુજા ગ્રૂપ અને વેસ્ટમિન્સ્ટર ડેવલપમેન્ટ સર્વિસીસ ફોર ધ ઓલ્ડ વોર ઓફિસ પ્રોજેક્ટ

બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન (અને તાજેતરમાં કેટલીક બોન્ડ ફિલ્મોમાં) વિન્સ્ટન ચર્ચિલ દ્વારા ઉપયોગમાં લેવાતી આ ઇમારતનું ઐતિહાસિક મહત્વ હતું અને હિન્દુજા ગ્રૂપે 2014માં યુકે સરકાર પાસેથી £350 મિલિયનમાં 250 વર્ષના ભાડાપટ્ટે તે પ્રાપ્ત કર્યું હતું.

સાત માળમાં ફેલાયેલી, ઓલ્ડ વોર ઓફિસ (OWO) આવતા વર્ષે 125-બેડરૂમની રેફલ્સ સંચાલિત વૈભવી હોટેલ તરીકે ખુલશે, જેમાં નવ રેસ્ટોરાં, બાર, સ્પા હશે જ્યારે 85 ખાનગી એપાર્ટમેન્ટ્સનું વેચાણ કરાશે. જેના બે બેડરૂમના એપાર્ટમેન્ટની પ્રારંભિક કિંમત £5.8 મિલિયન છે.

ગોપી હિન્દુજા (જેમની પુત્રવધૂ શાલિની અતિ લક્ઝુરિયસ એપાર્ટમેન્ટના ઇન્ટીરીયર ડીઝાઇનર ઇન્ચાર્જ હતા)એ કહ્યું હતું કે, “તે એક ટ્રોફી પ્રોજેક્ટ છે. તે ઇચ્છનીય સ્થળ હશે. હું યુકેમાં વારસો છોડવા માંગતો હતો જે મારૂ વતન રહ્યુ છે.”

  1. એશિયન બિઝનેસ પ્રોપર્ટી ડેવલપર ઓફ ધ યર: વેસ્ટકોમ્બ ગ્રુપ

1975માં સાઉથ ઇસ્ટ લંડનમાં વેસ્ટકોમ્બ હિલમાં એક ઘરના ડેવલપમેન્ટ સાથે શરૂ થયેલ વેસ્ટકોમ્બ ગ્રૂપ તેના ચેરમેન, વ્રજ પાનખણીયા, CEO કમલ પાણખાનિયા અને ઓપરેશન્સ ડિરેક્ટર સુનિલ પાણખાનિયાની આગેવાની હેઠળ આજે £400 મિલિયનની અસ્કયામતો ધરાવે છે.

વેસ્ટકોમ્બે ગ્રેડ II લીસ્ટેડ ઇમારતો, શાળાઓ, હોસ્પિટલો અને આર્મી બેરેક્સને વૈભવી આવાસમાં રૂપાંતરિત કરવામાં નિષ્ણાત છે. જૂથે સાઉથ ઇસ્ટમાં મિલકતો વિકસાવી છે. તેમના મુખ્ય પ્રોજેક્ટ્સમાં ઇલિંગમાં પૂર્વ સેન્ટ બર્નાર્ડ હોસ્પિટલને વૈભવી રેસીડેન્શીયલ ડેવલપમેન્ટને મોડીફાઇડ કરવાનો છે. તેઓ હવે માન્ચેસ્ટર યુનાઈટેડ ફૂટબોલ સ્ટેડિયમની સામે નવ માળની હોટેલનું નિર્માણ કરી રહ્યા છે. વેસ્ટકોમ્બે એકર હોટેલ્સ શરૂ કરી છે.

વેસ્ટકોમ્બે કિંગસ્ટન યુનિવર્સિટી પાસેથી £11.25 મિલિયનમાં કિંગસ્ટન બ્રિજ ખરીદી તેને 90 એપાર્ટમેન્ટમાં વિકસાવશે. 2025 સુધીમાં £500 મિલિયન અને 2027 સુધીમાં £650 મિલિયનની અસ્કયામતો સાથે £60 મિલિયનના ટર્નઓવરનું લક્ષ્ય છે.

  1. એશિયન બિઝનેસ બેંક ઓફ ધ યર એવોર્ડ

યુકેમાં 1921થી સક્રિય અને આ વર્ષે શતાબ્દીની ઉજવણી કરતી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ (SBI) તેના નિવાસી અને બિન-નિવાસી ભારતીય ગ્રાહકો માટે સુવ્યવસ્થિત બેંકિંગ અને નાણાકીય સેવાઓ સુનિશ્ચિત કરવાની તેમની પરંપરા ચાલુ રાખી છે.

100,000થી વધુ રિટેલ ગ્રાહકોને 300 સ્થાનિક કર્મચારીઓ દ્વારા સેવા આપવામાં આવે છે. રોગચાળાએ પડકાર ઊભો કર્યો હોવા છતાં, SBI-UK એ ગ્રાહકોને ટેકો આપવા અને સમગ્ર સમુદાયને મદદ કરવા માટે પગલાં લીધાં છે અને શાખાઓને આવશ્યક સેવા તરીકે ખુલ્લી રાખી છે.

  1. ફૂડ એન્ડ ડ્રિંક બિઝનેસ ઓફ ધ યર એવોર્ડ

માત્ર £2ની મૂડી અને £40ના ટાઈપરાઈટર સાથે લોન્ચ કરાયેલ સન માર્ક લિમિટેડને ઉદ્યોગસાહસિક લોર્ડ રામી રેન્જર દ્વારા વિરાટ સ્વરૂપ આપવામાં આવ્યું છે. લોજિસ્ટિક્સ કંપનીથી આગળ વધીને લોર્ડ રેન્જરે જાણીતી બ્રિટિશ બ્રાન્ડની વિકાસશીલ વિશ્વમાં નિકાસ કરવા માટે બજાર શોધી કાઢ્યું હતું. આજે 130થી વધુ દેશોમાં ઉત્પાદનોની નિકાસ કરે છે. કંપનીએ એન્ટરપ્રાઇઝ માટે સતત પાંચ ક્વીન્સ એવોર્ડ જીત્યા છે, જે બ્રિટિશ રેકોર્ડ છે.

બિઝનેસમાં યોગદાન બદલ લોર્ડ રેન્જરને 2019માં પીઅર બનાવવામાં આવ્યા હતા અને તેઓ મેફેરના બેરોન છે. પરોપકારી અને સંસદીય પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા તેમણે તાજેતરમાં સન માર્કનો બહુમતી હિસ્સો વેચ્યો હતો.

લોર્ડ રેન્જરે હવે તેમના જમાઈ અને નવા સીઈઓ સની આહુજાને સુકાન સોંપ્યું છે. લોર્ડ રેન્જર સાથે બે દાયકા કામ કરનાર આહુજાએ કંપનીના ટર્નઓવરને £8 મિલિયનથી £200 મિલિયન સુધી વધારવામાં મદદ કરી છે.

  1. ફાસ્ટ ગ્રોથ બિઝનેસ ઑફ ધ યર એવોર્ડ 2021: સ્ટાર પેસિફિક

હેડક્વાર્ટર હેઇઝ, લંડનથી કાર્યરત સ્ટાર પેસિફિક સૌથી ઝડપથી વિકસતા FMCG એક્સપોર્ટ હોલસેલર્સમાંનું એક છે. ગજરાજ સિંહ રાઠોડ, શ્યામ બજાજ અને સત્યમ આહુજા તેના જોઇન્ટ ચીફ એક્ઝિક્યુટિવ છે. કંપનીને તાજેતરમાં યુકેના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ – ધ ક્વીન્સ એવોર્ડ ફોર એન્ટરપ્રાઇઝથી સન્માનિત કરવામાં આવી છે, જેને બિઝનેસ નાઈટહૂડતરીકે પણ ઓળખવામાં આવે છે.

  1. CEO ઓફ ધ યર એવોર્ડઃ નિશ કાંકીવાલા

યુકેમાં બેકરી બ્રાન્ડને લોકપ્રિય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર હોવીસના CEO નિશ કાંકીવાલાએ નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવા ઉપરાંત, બિઝનેસના વિકાસમાં કામદારોના વલણને પારખીને કંપનીના એપ્રેન્ટિસ માટે હોવિસ એકેડમીની રચના કરી છે.

સુરતમાં જન્મેલા અને લંડનમાં ઉછરેલા કાંકીવાલાએ કેમિકલ એન્જિનિયર થયા પછી યુનિલિવરમાં કારકિર્દીની શરૂઆત કરી 2014માં હોવિસમાં જોડાયા હતા. તે પહેલાં પેપ્સિકોના યુરોપ અને આફ્રિકામાં સોફ્ટ ડ્રિંક્સ બિઝનેસના પ્રમુખ બન્યા હતા. 2021માં, તેઓ નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે જ્હોન લુઇસ પાર્ટનરશિપમાં જોડાયા હતા.

  1. કેર હોમ ઓપરેટર ઓફ ધ યર: એન્જલ કેર / MNS કેર PLC

હેરોમાં વૃદ્ધ એશિયનો માટે પર્પઝ બિલ્ટ હોમ સહિત એન્જલ કેર / MNS કેર પીએલસી દેશના અગ્રણી કેર એન્ડ નર્સિંગ હોમનું સંચાલન કરે છે.

1990 માં સ્થપાયેલી, કંપની ‘એ લવ ફોર ઇન્સ્પાયરિંગ કેર’ વિચારથી પ્રેરિત છે જેના મેનેજિંગ ડિરેક્ટર સંદિપ રૂપારેલિયા છે અને પ્રીતિ રૂપારેલીયા અને રવિ રૂપારેલીયા કંપનીમાં ડિરેક્ટર છે. તેઓ નિષ્ણાત કેર એન્ડ નર્સિંગ હોમના ઓપરેશન, એક્વીઝીશન્સ અને ડેવલપમેન્ટમાં રોકાયેલા છે.

રોગચાળા દરમિયાન, તેમણે નજીકની હોસ્પિટલોમાં ફ્રન્ટલાઈન NHS કામદારોને 60,000થી વધુ તાજું રાંધેલું ભોજન પૂરું પાડ્યું હતું અને વૃદ્ધો તથા નબળા લોકોને હોમ ડિલિવરી કરી છે. આ જૂથને વૃદ્ધો માટેના કેર પ્રોવાઇડર તરીકે ઓળખવામાં આવે છે જેમને નર્સિંગ અથવા ડિમેન્શિયા સપોર્ટની જરૂર હોય છે. જૂથની સુવિધાઓને કેર ક્વોલિટી કમિશન દ્વારા સારી અથવા ઉત્કૃષ્ટ રેટીંગ આપવામાં આવે છે.

સફોકમાં તેનું નવીનતમ પર્પઝ-બિલ્ટ કેર હોમ અને વુડબ્રિજમાં કેવેલ મેનોર કેર હોમમાં રહેવાસીઓને  શક્ય તેટલા વહેલી તકે ખસેડવામાં આવશે.

All Photos: ©Edward Lloyd/Alpha Press 080000

Photo Must Be Credited ©Edward Lloyd/Alpha Press 080000 19/11/2021
Anil Agarwal
at The Asian Business Awards 2021 held at the Londoner Hotel in London.
Photo Must Be Credited ©Edward Lloyd/Alpha Press 080000 19/11/2021
Dawood Pervez
at The Asian Business Awards 2021 held at the Londoner Hotel in London.
Photo Must Be Credited ©Edward Lloyd/Alpha Press 080000 19/11/2021
Nish Kankiwala
at The Asian Business Awards 2021 held at the Londoner Hotel in London.