લાયન્સ ક્લબ ઓફ કિંગ્સબરી અને એશિયન ફાઉન્ડેશન હેલ્પ દ્વારા ગુજરાતના વલસાડમાં 101 યુગલો માટે સમુહ લગ્ન કરાવવા માટે જલારામ માનવ ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ, વલસાડ ઈન્ડિયાના લાભાર્થે સંગીત સંધ્યાનું આયોજન શનિવાર, 24મી ડિસેમ્બર 2022 સમય સાંજે 6:30 વાગ્યે બ્લુરૂમ ગાર્ડન્સ, 220 હેડસ્ટોન લેન હેરો HA2 6LY ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ઓર્કેસ્ટ્રા મ્યુઝિક રીધમના જયુ રાવલ અને રીમા દ્વારા ગીત સંગીત પીરસવામાં આવશે. 3 કોર્સ વેજ/નોન વેજ ભોજન અને સોફ્ટ ડ્રિંક સહિત તથા પે બારનો લાભ મળશે.

આ સંસ્થા દર વર્ષે વલસાડમાં ગરીબ અને આદિવાસી પૃષ્ઠભૂમિના યુવાન મહત્વાકાંક્ષી યુગલોના કોઇ પણ ખર્ચ વગર લગ્ન કરાવે છે અને તેમને જરૂરી ફર્નિચર, વાસણો, બેડ અને અન્ય ઘરવખરી સામાન આપે છે. ટિકીટ અને માહિતી માટે સંપર્ક: કરણ ત્રિખા: 07931 372 778 અને નરેન્દ્ર શોનછત્રા 07990 523 246.

LEAVE A REPLY

ten + 14 =