ઇસ્ટ લંડનના ન્યુહામનો આસિફ અફઝલ નામનો 25 વર્ષીય યુવાન શનિવાર, 16 એપ્રિલના રોજથી ગુમ થયો છે. પોલીસ અને આસિફના પરિવારજનોએ સોશિયલ મીડિયા પર માહિતી માટે અપીલ જારી કરી લોકોને મદદ કરવા અપીલ કરી છે. તે ઇસ્ટ હામમાં તેના ઘરે સવારે 10 કલાકે છેલ્લે જોવામાં આવ્યો હતો.

આસિફ સામાન્ય રીતે હાઈ સ્ટ્રીટ નોર્થ E12માં જિમમાં જતો હતો. પણ તે દિવસે તેણે હાજરી આપી ન હતી. તેણે છેલ્લે બેગી બ્લેક કોટ, ગ્રે જોગર્સ, બ્લેક ટ્રેનર્સ પહેર્યા હતા અને કાળો બેકપેક તેની સાથે હતી. આસિફની માહિતી મળે તો 101 ઉપર ફોન કરી રેફરન્સ 22MIS01271 આપવા જણાવાયું છે.