Second batch of portraits for Waymade

ઇમિગ્રેશન પરનું વલણ દેશમાં ફરી સખ્ત બની રહ્યું છે ત્યારે એ નોંધવું જરૂરી છે કે એશિયન રિચ લિસ્ટમાંના કેટલાય પરિવારો આફ્રિકાથી બે જોડ કપડા લઇને બ્રિટન આવ્યા હતા. એ લોકોએ બ્રિટનમાં જાત મહેનતે સામ્રાજ્યો ઉભા કરીને બિલિયન્સ – મિલિયન્સ પાઉન્ડ એકત્ર કર્યા છે અને પોતાના વેપાર-ધંધા-એન્ટરપ્રાઈઝ નવી પેઢીની સોંપીને પોતાનું ધ્યાન પરોપકારી સખાવતી પ્રવૃત્તિ તરફ પરોવી રહ્યા છે. યુકે અને વિદેશમાં રોકાણ કરવાવા કારણે ઘણા લોકો માટે રોજગારીની તકો ઊભી થઈ છે.

બેસ્ટ વે ગ્રૂપના સર અનવર અને પુત્ર દાઉદ, સર લોર્ડ ઝમીર ચૌધરી અને તેમના પરિવાર સાથે, થોડા મહિનાઓ પહેલા પાકિસ્તાનમાં આવેલા વિનાશક પૂર બાદ યુકેમાં ભંડોળ એકત્ર કરવાના પ્રયાસોમાં મોખરે રહી પ્રભાવિત લોકો માટે $1 મિલિયનની નાણાકીય અને ભૌતિક સહાયની જાહેરાત કરી હતી.

બેસ્ટવે હોલસેલના મેનેજિંગ ડિરેક્ટર દાઉદ પરવેઝે જણાવ્યું હતું કે, “અમે પાકિસ્તાન સાથેની લિંક્સ આજ સુધી જાળવી રાખી છે અને જેમને સૌથી વધુ મદદની જરૂર છે તેમને મદદ કરવા અમે શક્ય તેટલું બધું કરવા માંગીએ છીએ. સ્થાનિક બિઝનેસીસ અને સંસ્થાઓ સાથે ભાગીદારીમાં કામ કરીને અમે લાંબા ગાળાના પગલાં લઈ રહ્યા છીએ જેથી અમે પ્રભાવિત લોકોનું પુનર્વસન કરી શકીએ. બેસ્ટવે ગ્રૂપે $2.3 મિલિયનનું ભંડોળ એકત્ર કર્યું છે જે તાત્કાલિક તૈનાત કરાશે. આ નાણાંથી 5,000 પરિવારો માટે ઘરો બનાવવા, લાખથી વધુ વ્યક્તિઓના પાણી આપવા અને 20,000 થી વધુ લોકોને ખોરાક અને તબીબી પુરવઠો પૂરો પાડવામાં આવશે.’’

લોર્ડ ચૌધરીના પુત્ર અને ગ્રૂપના CFO, હૈદર ચૌધરીએ જાહેરાત કરી કે “વેલ ફાર્મસી રાહતને ટેકો આપવા માટે $400,000 મૂલ્યની દવાઓનું દાન પણ કરી રહી છે”.

ફાર્મસી ઉદ્યોગમાં સંપત્તિ બનાવનારા ભાઈઓ વિજય અને ભીખુ પટેલે ચીનમાં વિસ્તરણ કર્યું છે અને ઝાંઝીબારમાં એક ચેરિટી સાથે ભાગીદારી કરી છે. જેનો હેતુ બે જિલ્લા હોસ્પિટલો અને તેમના આઉટરીચ કેન્દ્રો માટે આરોગ્ય કર્મચારીઓને તાલીમ આપવા અને અત્યાધુનિક સાધનો પૂરા પાડવાનો છે. માતાના નામ પરથી શાંતા ફાઉન્ડેશનની રચના કરનાર ભાઈઓ સીએરા લિયોનમાં ફરક લાવવા માંગે છે. તેઓ ગુજરાત તેમજ બિહારમાં વંચિત લોકોને મૂળભૂત આરોગ્યસંભાળ અને શિક્ષણમાં મદદ મળે તે માટે કાર્ય કરી રહ્યા છે.

યુગાન્ડાથી આવેલા ફાર્મા કંપની મોર્નિંગસાઇડના નિક કોટેચા પોતાના રેન્ડલ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા યુકે અને વિદેશમાં સામાજિક રીતે વંચિત બાળકોને સહાય કરે છે.

લોર્ડ વીરજી રૂમી ફાઉન્ડેશન દ્વારા સખાવતી કાર્યોને અનુસરે છે.

દેશના ટોચના 10 ધનપતિ એશિયન્સ

  1. હિન્દુજા પરિવાર £30.5 બિલિયન
  2. લક્ષ્મી અને આદિત્ય મિત્તલ £12.8 બિલિયન
  3. શ્રી પ્રકાશ લોહિયા અને પરિવાર £8.8 બિલિયન
  4. અનિલ અગ્રવાલ £8.1 બિલિયન
  5. નિર્મલ સેઠિયા £6.5 બિલિયન
  6. મોહસીન અને ઝુબેર ઇસા £6.5 બિલિયન
  7. સાઇમન, બોબી અને રોબિન અરોરા £2.6 બિલિયન
  8. સાયરસ અને પ્રિયા વાંદરેવાલા £2.4 બિલિયન
  9. સર અનવર અને દાઉદ પરવેઝ £1.9 બિલિયન
  10. જસ્મિન્દર સિંહ અને પરિવાર £1.5 બિલિયન

LEAVE A REPLY

13 − 12 =