Budget Session of Parliament Begins
સંસદના બજેટસત્રનો મંગળવાર, ૩૧મી જાન્યુઆરીથી પ્રારંભ થયો છે. કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરી, 2023ના નાણાકીય વર્ષ 2023-24ના કેન્દ્રીય બજેટ રજૂ કરશે. . (PTI Photo)

સંસદનું બજેટસત્રનો મંગળવાર, ૩૧મી જાન્યુઆરીથી પ્રારંભ થયો છે. કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરી, 2023ના નાણાકીય વર્ષ 2023-24ના કેન્દ્રીય બજેટ રજૂ કરશે. બજેટ સત્રનું પ્રથમ તબક્કો 13 ફેબ્રુઆરી સુધી ચાલશે અને બીજો તબક્કો 13 માર્ચથી સરૂ થઈને 6 એપ્રિલ સુધી ચાલશે.31 જાન્યુઆરીએ જ સરકાર સંસદમાં આર્થિક સર્વે રજૂ કરશે.

બજેટ સત્ર પહેલા વિરોધ પક્ષોએ અદાણી ગ્રુપ સાથે જોડાયેલ મુદ્દા, અમુક રાજ્યોમાં રાજ્યપાલોના કામકાજ, જાતિ આધારિત ગણતરી, મોંઘવારી, બેરોજગારી, મોદી અંગેની બીબીસી ડોક્યુમેન્ટરી પરના પ્રતિબંધ જેવા મુદ્દા પર સરકારને ઘેરવાના સ્પષ્ટ સંકેતો આપ્યા હતા. સત્ર

બજેટસત્ર પહેલા સોમવારે ૩૦મી જાન્યુઆરીએ સર્વપક્ષીય બેઠક યોજવામાં આવી હતી. સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી ગેરહાજર રહ્યાં હતા. સોમવારે ૧૧ વાગ્યે પ્રેસિડન્ટ દ્રૌપદી મુર્મૂના અભિભાષણની સાથે બજેટસત્રનો પ્રારંભ થયો હતો. કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે સર્વપક્ષીય બેઠકમાં ૨૭ પક્ષોમાંથી ૩૭ નેતાઓએ ભાગ લીધો હતો.હું સંસદને સારી રીતે ચલાવવા માટે વિપક્ષનો સહયોગ ઇચ્છું છું. અમે દરેક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છીએ. કોંગ્રેસ પક્ષે પત્ર લખીને જણાવી દીધુ હતું કે તે હવામાનને કારણે કાશ્મીરમાં ફસાયેલા છે.

સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં બીએસપીએ ચીનની ઘુસણખોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને સંસદમાં ચર્ચાની માગણી રાખી હતી. જેના પર સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું હતું કે એવુ નથી કે અમારી સેનાએ બહુ જ મોટુ કામ કર્યું છે. બીજી તરફ વિપક્ષોએ અદાણી અને મહિલા અનામત બિલ પર વિપક્ષની માગણીના સવાલો પર નિયમ અંતર્ગત જે મુદ્દા ઉઠાવશે સરકાર એના પર ચર્ચા કરશે. આ ઉપરાંત પીએમ પાક વીમા યોજના પર ચર્ચા કરવામાં આવશે. નાના પક્ષોને બોલવાની તક આપવામાં આવે અને એમપીએલએડી વધારવામાં આવે. આવા અનેક મુદ્દાઓને લઇને સંસદમાં ભારે હંગામો થવાની શક્યતાઓ છે.

 

LEAVE A REPLY

sixteen + nineteen =