Australia champions for the sixth time in Women's T20 World Cup
(Photo by Marco Longari / AFP) (Photo by MARCO LONGARI/AFP via Getty Images)

રવિવારે સાઉથ આફ્રિકામાં રમાયેલી આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની ટીમે યજમાન દક્ષિણ આફ્રિકાને 19 રને હરાવીને સતત છઠ્ઠી વખત ટાઈટલ મેળવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં છ વિકેટે 156 રન કર્યા હતા. જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ છ વિકેટે 136 રન સુધી જ પહોંચી શકી હતી. ઓસ્ટ્રેલિયાની ઓપનર બેથ મૂનીને તેની અણનમ 74 રનની ઈનિંગ્સ બદલ પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાઈ હતી. તો ઓસ્ટ્રેલિયાની જ એશ્લી ગાર્ડનરને પ્લેયર ઓફ ધી સીરીઝનો પુરસ્કાર અપાયો હતો. 

મૂની ઉપરાંત ગાર્ડનરે મહત્ત્વના 29 રન કર્યા હતા અને બીજી વિકેટની ભાગીદારીમાં મૂની સાથે 42 રન ઉમેર્યા હતા, ઓસ્ટ્રેલિયન ઈનિંગની તે સૌથી મોટી ભાગીદારી રહી હતી. સાઉથ આફ્રિકા વતી શબનિમ ઈસ્માઈલ અને મેરિઝેન કેપે 2-2 વિકેટ લીધી હતી, તો નોનકુલુલેકો મીઆબાએ એક શિકાર ઝડપ્યો હતો. 

જવાબમાં સાઉથ આફ્રિકા તરફથી ઓપનર લૌરા વોલ્વાર્ટે સૌથી વધુ, 61 તથા ક્લો ટ્રાયોને 25 રન કર્યા હતા, તો ઓસ્ટ્રેલિયા તરફથી ચાર બોલર્સે એક-એક વિકેટ લીધી હતી, સાઉથ આફ્રિકાની બે ખેલાડીઓ રન આઉટ થઈ હતી.  ઓસ્ટ્રેલિયન ટીમે આ રીતે ટાઈટલની ડબલ હેટટ્રિક નોંધાવી હતી

LEAVE A REPLY

five × 4 =