Aware of delays in visa appointments in India: White House

વ્હાઈટ હાઉસે ગુરુવારે જણાવ્યું હતું કે, બાઇડન એડમિનિસ્ટ્રેશન ભારતમાં વિઝા એપોઇન્ટમેન્ટમાં લાંબા વિલંબથી વાકેફ છે અને “આ વિઝા સેવાઓની નોંધપાત્ર માંગ”ને પહોંચી વળવા કામગીરી કરી રહ્યું છે.

વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરીન જીન-પિયરે તેની દૈનિક ન્યૂઝ કોન્ફરન્સમાં પત્રકારોને જણાવ્યું હતું કે “હું કહી શકું છું કે બાઇડન વહીવટીતંત્ર મુદ્દાઓથી વાકેફ છે.” તેઓ ભારત ખાતેના યુએસ મિશનમાં વેદનાજનક લાંબી વિઝા એપોઇન્ટમેન્ટ અવધિ અંગેના પ્રશ્નનો જવાબ આપી રહી હતી. હાલમાં વિઝા એપોઇન્ટમેન્ટનો પ્રતિક્ષાગાળો 1,000 દિવસથી વધુ ચાલે છે.

જીન-પિયરે કહ્યું, “મહામારી સંબંધિત ક્લોઝર અને સ્ટાફના પડકારોમાંથી અમે ઘણી પ્રગતિ કરી છે. અમે હજી પણ આ વિઝા સેવાઓની નોંધપાત્ર માંગને પ્રતિસાદ આપવા માટે કામ કરી રહ્યા છીએ.”

તેમણે જણાવ્યું હતું કે “અમે વિઝા ઇન્ટરવ્યૂના પ્રતિક્ષા સમયને સફળતાપૂર્વક ઘટાડી રહ્યા છીએ, જે સમગ્ર વિશ્વમાં છે અને અમે આ મહત્વપૂર્ણ કાર્ય કરવા માટે યુએસ ફોરેન સર્વિસના કર્મચારીઓની ભરતી બમણી કરી છે. વિઝા પ્રક્રિયા અંદાજ કરતાં વધુ ઝડપથી રિકવર થઈ રહી છે. આ વર્ષે અમે પ્રી-પેન્ડેમિક પ્રોસેસિંગ લેવલ સુધી પહોંચવાની અપેક્ષા રાખીએ છીએ.”

આ અઠવાડિયાની શરૂઆતમાં પ્રેસિડેન્શિયલ કમિશને જો બાઇડનને ભલામણ કરી હતી કે તે ભારત જેવા દેશો માટે વિઝા એપોઇન્ટમેન્ટના વેઇટિંગ પીરિયને મહત્તમ બેથી ચાર અઠવાડિયા સુધી ઘટાડવા માટે સ્ટેટ ડિપાર્ટમેન્ટને એક મેમો આપવાનું વિચારે.

LEAVE A REPLY

one × 3 =