ayurvedic treatment for white spots
– ડો. યુવા અય્‍યર
લ્યુકોડમાં, લ્યુકોડમાં, વિટિલીગો કે સફેદ ડાઘ તરીકે ઓળખાતા ત્વચાના રોગમાં ચામડીમાં રંગ બનાવતા મેલેનીનનો અભાવ થવાથી ચામડીનો રંગ સફેદ થઇ જાય છે. શરીરમાં કોઇ એક નાનો સફંદ ડાઘ થાય કે એકથી વધુ ચામડીમાં થતી વિવર્ણતાથી રોગી વધુ માનસિક બેચેની અનુભવે છે. સફેદ પડી ગયેલી ચામડીમાં કોઇ પણ જાતની પીડા ન થતી હોવા છતાં પણ, સફેદ ડાઘથી પીડાતા દર્દીઓ રોગ મટાડવા માટે ’આતુર’ હોય છે.

કોઇ પણ રોગથી મુક્તિ મેળવવા માટે પ્રયત્ન કરવો એ જરૂરી બાબત છે, પરંતુ રોગ મટડવા માટે આવશ્યક ઉપાયો કરવા દરમિયાન સંયમ, આત્મવિશ્વાસ અને મને થયેલો રોગ ઉપચારથી મટી જશે એવી શ્રદ્ધા જરૂરી છે.

સફેદ દાગ થવાના કારણો: સફેદ ડાઘ મટાડવા આયુર્વેદ શું સૂચવે છે?

સફેદ ડાઘના ઉપચાર માટે સૌ પ્રથમ રોગ ક્યા કારણોથી થયો તે જાણી રોગ થવાનાં કારણો દૂર કરવા.
સફેદ ડાઘ થવા માટે વિરોધી માત્રામાં, વધુ પડતા ચીકણા-ભારે ખોરાક – વધુ માત્રામાં ખાવા તથા ગરમ ખોરાક-પીણા સાથે ફ્રોઝન ફુડ- ડેઝર્ટ કે ઠંડા પીણા-શરબત જેવા તાપમાનમાં વિરોધી પદાર્થોનો ઉપયોગ, દહીં, ખટાશ, માછલી, અડદ, મૂળા, તલ, ક્ષાર, ખટાશનો ઉપયોગ ‘વધુ પ્રમાણમાં’ કરવો, અગાઉનું જમેલું પચ્યું ન હોય અને ફરીથી ખાવું, સૂર્યતાપથી – શ્રમથી – થાકથી – ગભરામણથી શંતિ મેળવવા તરત જ ઠંડું પાણી પીવું, આ મુજબના ખોરાક સંબંધિત કારણો છે.


મળ- મૂત્ર- ઉલટીનાં આવેગને રોકવા, દિવસે ઉંઘવું, ઉપવાસ અને ભારે ખોરાકનો અયોગ્ય ક્રમ, તામસિક આચરણ જેવા કારણો તથા કેમિલના સંસર્ગથી, દાઝી જવાથી, વાગવાથી થાય છે.

રોગ થવા માટેના જવાબદાર કારણોથી અસંતુલિત થયેલા દોષોથી રસ, રક્ત, ત્વચામાં થતી આડઅસર દૂર થાય તે માટે રોગીનું બળ, પ્રકૃતિ, લાઇફસ્ટાઇલને ધ્યાનમાં રાખી વિરેચન, કોષ્ઠ શુદ્ધિ કરાવવાથી પાચકાગ્ની- ધાત્વાગ્નીનું કાર્ય યોગ્ય રીતે થાય છે. ઇમારતની મજબૂતાઇનો આધાર પાયાની મજબૂતાઇ પર હોય છે, તેવી જ રીતે સફેદ ડાઘમાં રંગ લાવવા માટે મેલેનોસાઇટ્સ સક્રિય થઇ, મેલેનીન બનાવવા માટેની પ્રક્રિયા સફળતાથી થવા માટે દોષોની વિકૃતિ દૂર થાય, કોષ્ઠ શુદ્ધિ થાય, પાચન-ધાતુપાક નોર્મલ થાયતે જરૂરી છે.

ટાયરોસિનેઝ જેવા કોપરનું ઓક્સિડેશન કરતાં એન્ઝાઇમ્સ તથા ત્વચાની સક્રિયતા માટે શરીરનું સહજબળ- ઇમ્યુનિટી આવશ્યક છે. શરીરમાં થતી જૈવરાસાયણિક પ્રક્રિયા યોગ્ય રીતે ત્યારે જ શક્ય બને જ્યારે શરીરમાં પોષણ, ઇમ્યુનિટી જેવી ક્રિયાઓ બરાબર હોય.


ઠંડા – ગરમ વાતાવરણ કે ખોરાકનો અચાનક ઉપયોગ થવો, માનસિક આઘાત – અતિશય શ્રમથી, તડકામાં રહેવાથી ચામડીમાં રક્તસંચાર વધે છે ત્યાર બાદ અચાનક ઠંડુ પાણી પીવાથી શરીરને અનુકૂલન માટેનો યોગ્ય સમય ન મળવાની આડઅસર ત્વચામાં રહેલી સંવેદનનું – રક્તનું વહન કરતી નાડી પર થાય છે.


પાંચ પ્રકારના પિત્તમાંનું ચામડીમા‘ભ્રાજક પિત્ત’ વિકૃત થઇ, રંજનનું કામ યોગ્ય રીતે કરી શકતું નથી. આવી જ આડઅસર તામસિકવૃત્તિથી પણ થાય છે. કારણો દૂર થાય તે માટે ઝીણવટથી સમજાવી આયુર્વેદ હોલિસ્ટિક અપ્રોચ બતાવતાં દવા, તેલ લગાવવાની સાથે સૂર્યતાપ લેવાનું, યોગ- ધ્યાન – દાન સૂર્યનમસ્કારથી  સાત્વિક ભાવ વધારવા સૂચવાય છે. સાત્વિકતા વધવાથી ડાઘની ચિંતા, ભય ઓછો થવાની સારી અસર ટ્રીટમેન્ટમાં થાય છે.

સફેદ ડાઘ મટાડવાના આયુર્વેદિક ઉપચાર

• તાજા લીલા શાકભાજી, કચુંબર, ખાટા ન હોય તેવા ફળો, ઘઉં, જવ, ચણા, ચોખા, ઓછી ખારાશ – ખચાશ મસાલોવાળો તાજો ખોરાક ખાવો.
• કાજુ, શેકેલા ચણા, ચણાનાં લોટની આથો કે ખટાશ વગરની વાનગી રંગ લાવવામાં મદદ કરે છે.
• વાવડિંગ, સૂંઠ, પચનિંગ ચૂર્ણ, મજીઠ, ભારેગીસ કડુ, સમભાગે ચુર્ણો ભેળવી 3 ગ્રામ ચુર્ણ મધ સાથે કે પાણી સાથે એક વાર લેવું.
• બાવચીના બીજનું ચુર્ણ 3 ગ્રામ પ્રમાણમાં 2 ટેબલ સ્પૂન ખદિરાષ્કતાનુસાર હરડેનું ચુર્ણ રાત્રે લેવું જેથી કજબીયાત ન રહે.
• આવશ્યકતાનુસાર હરડેનું ચુર્ણ રાત્રે લેવું જેથી કબજીયાત ન રહે.
• બાવચીનું તેલ ડાઘ પર લગાવી, સૂર્યતાપ લેવો જેથી ડાઘમાં લાલાશ આવે. ચામડી પર ફોડકી કે ખંજવાળ આવે તો કાથાની ઝીણી ભુક્કીમાં પાણી ઉમેરી બનાવેલી પેસ્ટ ડાઘ પર લગાવવી, ફોડકી  બેસી જતા કાળી છાંટ આવશે.
• ધીરજ અને મનોબળથી ઉપચાર કરવો, નવો થયેલો ડાઘ જલદી મટે છે. જૂના ડાઘ મટવામાં થોડો વધુ સમય લાગે, ઉપચાર કરવાથી નવા ડાઘ થતાં અટકશે.
• અહીં સફેદ ડાઘથી પીડાતા દરેક રોગી કરી શકે તેવા ઉપચાર બતાવ્યા છે. કોઇ ખાસ કિસ્સામાં દોષપરક ચિકિત્સા કરવી જરૂરી હોય છે.
• બાકુચી વિશે સહુ જાણે છે. બાકુચીનું ચુર્ણ ખાધા પછી આંતરડામાંથી ચૂસીને શરીર અને રંગ બનાવવા માટે વાપરી શકે તે માટે શરીરની સંશુદ્ધિ અને શરીરનું સાહજિક બળ ટકે તેવી લાઇફસ્ટાઇલ જરૂરી છે.

LEAVE A REPLY

two × three =