168 percent reduction in terrorist incidents in Kashmir
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આતંકવાદ વિરોધી આકરા કાયદા હેઠળ જમ્મુ અને કાશ્મીર ગઝનવી ફોર્સ (JKGF) પર પ્રતિબંધ મૂક્યો છે. આ સંગઠન લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોના કેડર મારફત બનેલું છે. એક અલગ નોટિફિકેશનમાં ગૃહ મંત્રાલયે લાહોરમાં રહેતા હરવિંદર સિંહ સંધુ ઉર્ફે રિંડાને આતંકવાદી જાહેર કર્યો છે. નોટિફિકેશન જણાવ્યા મુજબ JKGF ઘૂસણખોરી, માદક દ્રવ્ય અને હથિયારોની દાણચોરી,  આતંકવાદી હુમલાઓ અને સુરક્ષા દળોને ધમકીઓમાં આપવામાં સંડોવાયેલું છે. તે લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, તહરીક-ઉલ-મુજાહિદ્દીન, હરકત-ઉલ-જેહાદ-એ-ઇસ્લામી અને અન્યોમાંથી તેના કેડર્સ મેળવે છે. રિંડા પ્રતિબંધિત જૂથ બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI) સાથે સંકળાયેલ છે.

 

LEAVE A REPLY

two × 1 =