બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ) દ્વારા ‘પેરેન્ટીંગ ફ્રોમ ભગવદ ગીતા: વોટ કેન કૃષ્ણ એન્ડ અર્જુન ટીચ અસ અબાઉટ ધ પેરેન્ટ – ચાઇલ્ડ રીલેશનશીપ્સ?’’ નામનો પેરેન્ટીંગ વિષય પર મફત ત્રણ ભાગનો મીની-કોર્સ રજૂ કરવામાં આવ્યો છે. તેનું દરેક સત્ર માત્ર અડધા કલાકનું રહેશે અને YouTube પર પખવાડિયામાં તેનું પ્રીમિયર થશે તેમજ neasdentemple.org પરથી સીધુ પ્રસારણ કરાશે.

મંગળવાર 21 સપ્ટેમ્બરના રોજ સાંજે 7.30 (BST) વાગ્યાથી પેરેન્ટીંગ વિષય પરનો પ્રથમ ભાગ રજૂ થશે. જેમાં વક્તા તરીકે મૂળ વર્જીનિયા, યુ.એસ.એ.ના અને સધર્ન કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી પત્રકારત્વ અને પોલિટીકલ સાયન્સનો અભ્યાસ કરનાર પૂજ્ય બ્રહ્મસેતુદાસ સ્વામી વક્તવ્ય આપશે.

2006માં પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી સાધુ તરીકે દિક્ષા લેનાર પૂજ્ય બ્રહ્મસેતુદાસ સ્વામી 16 વર્ષથી ભારતમાં હિન્દુ શાસ્ત્રો, શાસ્ત્રીય સંસ્કૃત અને ભારતીય દર્શનનો અભ્યાસ કરી રહ્યા છે. તેમણે 2019માં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાંથી વેદાંત (હિન્દુ ધર્મશાસ્ત્ર)માં માસ્ટર ડિગ્રી મેળવી હતી અને સારંગપુરના BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયમાં લેક્ચરર તરીકે તેઓ સેવા આપે છે.

આ મીની-કોર્સ ટાઈમલેસ હિન્દુ વિઝડમ વેબ સિરીઝનો ભાગ છે, જે BAPS ના વિદ્વાન સંતોના ઇંગ્લીશ વાર્તાલાપની લોકપ્રિય શ્રેણી છે. વર્ષોના અભ્યાસ અને હિન્દુ ધર્મના પ્રાયોગિક અનુભવ ધરાવતા સંતો સાથે, ઓક્સફર્ડ, હાર્વર્ડ, યેલ અને જ્યોર્જટાઉન સહિત વિશ્વની કેટલીક ટોચની યુનિવર્સિટીઓમાંથી વિવિધ શૈક્ષણિક ક્ષેત્રોમાંથી અગાઉ સ્નાતક થયેલા લોકોનો પણ સમાવેશ થાય છે.

આ શ્રેણી એપ્રિલ-2020માં કોરોનાવાઇરસ રોગચાળાની શરૂઆતથી શરૂ થઈ હતી, અને તેણે હજારો લોકોને વધુ હેતુપૂર્ણ દૈનિક જીવન માટે મદદ કરવાનું ચાલુ રાખ્યું છે. 18 મહિના પછી પણ તે સાર્વત્રિક હિન્દુ ઉપદેશોથી સંબંધિત, નાના કદના ફોર્મેટમાં વ્યવહારુ માર્ગદર્શન આપવાના તેના ધ્યેયમાં સુસંગત રહે છે.’’

આ શ્રેણી દર બીજા મંગળવારે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડનથી યુકેના સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે વેબકાસ્ટ થાય છે. સમગ્ર વિશ્વમાં તમામ ઉંમરના અને પૃષ્ઠભૂમિના લોકો માટે ઇંગ્લીશમાં વાતચીત મદદરૂપ સાબિત થઈ છે અને સેંકડો હકારાત્મક રીવ્યુઝ મેળવે છે.

આ શ્રેણીમાં અગાઉ કરાયેલ બધા વાર્તાલાપ bit.ly/TimelessHinduWisdom પરથી જોવા માટે ઉપલબ્ધ છે. આ ઉપરાંત ટ્વીટર, ઇન્સ્ટોગ્રામ અને ફેસબુક સહિતના વિવિધ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર @neasdentempleને ફોલો કરવાથી તે જોઇ શકાશે તેમજ વધુ માહિતિ મેળવી શકાશે. વધુ માહિતી માટે સંપર્ક: [email protected]