પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

વડોદરા શહેરના ન્યુ સમા રોડ ઉપર આવેલી ચંદન પાર્ક સોસાયટીમાં રહસ્યમય રીતે મોતને ભેટેલ માતા-પુત્રીના ચકચારી બનાવમાં પતિએ જ પત્ની અને પુત્રીની ગળુ દબાવી હત્યા કરી હોવાની ચોંકાવનારી વિગતોનો પર્દાફાશ પોલીસ તપાસમાં થયો છે. પોલીસ તપાસમાં માતા-પુત્રીની બેવડી હત્યા પતિના અન્ય મહિલા સાથે આડા સબંધ, ઘર જમાઇ તરીકે રહેવાની મજબૂરી તેમજ પત્નીની અજુગતી માંગણીઓ જેવા વિવિધ કારણો જવાબદાર હોવાનું બહાર આવ્યું છે.

પોલીસે જણાવ્યું કે, આરોપી તેજસ પટેલે પોતાની પત્ની અને પુત્રીની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. આ હત્યા પાછળનું કારણ ઘર કંકાશ હોવાનું બહાર આવ્યું છે.

પોલીસે આ કેસના ઘટનાક્રમ વિશે માહિતી આપીને જણાવ્યું કે, પત્ની શોભના અને દીકરી કાવ્યા જ્યારે રવિવારે રાત્રે ગરબા રમીને ઘરે સૂવા માટે આવ્યા હતા. આ દરમિયાન આરોપી તેજસ પટેલે અગાઉથી બનાવેલા પ્લાન પ્રમાણે આઈસ્ક્રીમ ખરીદીને રાખ્યો હતો. આ આઈસ્ક્રીમમાં તેજસે ઝેર ભેળવી દીધું હતું. જેવા શોભના અને કાવ્યા ગરબા રમીને આવ્યા કે તેજસે તેમને આઈસ્ક્રીમ ખાવા માટે આપ્યો હતો.

રાત્રે એક વાગ્યાની આસપાસ તેજસને તેની પત્ની શોભના બેચેની અનુભવી રહી હોય તેવું જણાવ્યું હતું, આ પછી તેણે પત્નીની ઉપર બેસીને તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. આ પછી આરોપીએ પોતાની દીકરીને પણ ઓશિકું મદદથી ગૂંગળાવીને મારી નાખી હતી