Sanatan Mandir Gardiner
  • બેરી ગાર્ડિનર દ્વારા, બ્રેન્ટ નોર્થના લેબર સાંસદ

“પુરુષોને દુષ્ટ જોઈને મને ક્યારેય આશ્ચર્ય થતું નથી. હું ઘણી વાર તેમને શરમાતા જોઈને આશ્ચર્ય પામું છું.” જો આજે જોનાથન સ્વિફ્ટ જીવિત હોત, તો કદાચ તેઓ હોમ સેક્રેટરીને ધ્યાનમાં રાખત. આ અઠવાડિયે આપણા હોમ સેક્રેટરીએ કોઈ શરમ રાખ્યા વગર અચોક્કસ નિવેદન કર્યું હતું કે “તો 100 મિલિયન લોકો અહીં આવવા માટે લાયક બની શકે છે.” આમ કહીને તેમણે ઇમિગ્રેશન અને શરણાર્થીઓના વિષય પર ડોગ વ્હિસલ રાજકારણનો બીજો રાઉન્ડ શરૂ કર્યો હતો.

હકીકત એ છે કે વિશ્વમાં 100 મિલિયન વિસ્થાપિત લોકો છે. તેમાંથી 75 મિલિયન લોકોએ ક્યારેય પોતાનો દેશ છોડ્યો નથી. તેઓ યુદ્ધ કે કુદરતી આફતોને પગલે પોતાના દેશની અંદર જ વિસ્થાપિત થાય છે. પરંતુ બીજી હકીકત એ છે કે આંતરરાષ્ટ્રીય કાયદામાં શરણાર્થીઓની વ્યાખ્યા એ છે કે જેમને તેમના મૂળ દેશમાં અત્યાચારનો ડર હોય છે”. અન્ય કોઈપણ પ્રકારની વિસ્થાપિત વ્યક્તિઓને યુ.કે.માં આવીને આશ્રયનો દાવો કરવાનો અધિકાર નથી.

આપણા દેશે છેલ્લા 200 વર્ષોમાં ઘણા શરણાર્થીઓને અભયારણ્ય આપ્યું છે. સત્ય એ છે કે યહૂદીઓ, નાઝીઓ, ઇસ્ટ આફ્રિકન એશિયનો, બોસ્નિયન શરણાર્થીઓ અને છેલ્લા દાયકામાં સીરિયન શરણાર્થીઓનું હંમેશા ‘સ્વાગત’ થયું હતું. સમય જતાં તેમણે સમૃદ્ધ થઇને સમુદાયનો અભિન્ન હિસ્સો બની વૈવિધ્યસભર સંસ્કૃતિ અને અન્ય યોગદાન આપ્યું હતું.

જ્યારે યુકેએ અફઘાનિસ્તાન છોડ્યું ત્યારે તાલિબાન – આતંકવાદને હરાવવા માટે 20 વર્ષ સુધી મદદ કરનાર હજારો લોકોને ત્યાં છોડી દેવાયા હતા. ખરેખર તો આ લોકો શરણાર્થી છે. એક વર્ષ પહેલાં ગયા જાન્યુઆરીમાં, સરકારે તેમના માટે નવા ‘સલામત અને કાયદાકીય માર્ગ’ની જાહેરાત કરી ત્યારે હું આનંદિત હતો. પરંતુ સમય જતાં સ્પષ્ટ થયું કે આ તો એક કપટ છે. 15 મહિનામાં યુકેએ તે માર્ગે ફક્ત 22 શરણાર્થીઓને સ્વીકાર્યા છે.

ગયા વર્ષે 8,500 અફઘાન શરણાર્થીઓએ પરિવાર અને પ્રિયજનો સાથે જોડાવા માટે વિશ્વભરમાં ખતરનાક પ્રવાસ કર્યો? તેમના માટે કોઈ સલામત અને કાનૂની માર્ગો નથી. તેઓ

ગુનેગારો નથી. ગુનેગારો એ ગેંગ છે જે તેમની નબળાઈનો લાભ લે છે. આપણે ગુનેગારોને રોકવાની જરૂર છે. આપણે ચેનલમાં થતા મૃત્યુને રોકવા જોઈએ. આપણે રવાંડાને આપેલા £140 મિલિયનને આવી ગેંગનો સામનો કરવા ખર્ચવા જોઇએ.

આપણને આનંદ થવો જોઈએ કે ગેરી લિનેકર જેવા હીરો બોલવાની નૈતિક સમજ ધરાવે છે.

તા. 13ના રોજ સરકારે સંસદમાં નવા કાયદા રજૂ કર્યા જે ભવિષ્યમાં બ્રિટનમાં આવનારા શરણાર્થીઓ માટેના અધિકારોને ખતમ કરી દેશે. આપણે હવે જે રાજ્યમાં રહીએ છીએ તેનાથી આપણે બધાને ડરવું જોઈએ.

LEAVE A REPLY

six − four =