God or Karma? In whom to believe

યોગનો સર્વાંગી હેતુ તો તમે જે નથી તે વિભિન્ન દિશાનિર્દેશોને તમારામાં આરોપિત કરવાનો છે. ‘તમે નહીં’ તેમ કહેવાનો અર્થ હાલમાં તેમના થકી જે ઓળખ અપાઇ છે, તે છે. તમારી વધારાની જગ્યા કે અવકાશને ઉભો કરવા યોગ છે. તેની શરૂઆત સૂક્ષ્મ રંગ, રજકણથી થાય છે. જો તમે તેના માટે જગ્યા સાફ કરવા માંડો અને જો તમે અંધકારભરી કાળાશ હટાવો તો જગ્યા વિસ્તરવા લાગે છે. અને એક દિવસ એવો પણ આવે છે કે સર્વત્ર ઉજાશ પથરાઇને આસપાસ અંધકાર રહેતો નથી. તમારી અંધકારની ઇચ્છા હોય તો તમે તેનો ઝડપથી ઉપયોગ કરો, અન્યથા તમને તે સ્પર્શતો નથી. તમે આવા બનો છો ત્યારે અમે તમને સાચા અર્થમાં ચિંતનશીલ યોગમય બન્યા તેમ કહીએ છીએ. તમે ‘સમાધિમય’ બનીને માનસિક, શારીરિક સ્વસ્થતા, સૌમ્યતાવાળા બનો છો કે જેમાં તમને આ, પેલું કે બીજું કાંઇ સ્પર્શતું હોતું નથી. બદઇરાદા, સ્વાર્થ, યુક્તિ-પ્રયુક્તિના અંધકાર, કાળાશના શસ્ત્રાગાર વિના તમે આ જગતમાં જીવી શકતા નથી. તમે કોઇ રમત રમવાનું પણ જાણી નહીં શકો અને તમે અવધૂત જેવા બની રહેશો. આજકાલ બધાને ‘હું અવધૂત છું’ તેવું નામ અપનાવવું છે. તમે પણ અવધૂત છો તેમ હું કહેવા માંગતો નથી.

અવધૂત તે છે કે જે એવી ચોક્કસ અવસ્થામાં હોય છે, જેમાં તે નવજાત શિશુ બની જાય છે. નવજાત શિશુ કાંઇ જાણતા હોતા નથી. તમારે તેમને પોષણ આપવું પડે, તેમને ઉભા થતા અને બેસતા પણ શીખવવું પડે. નવજાત શિશુ એટલે સુધી ઉર્મિશીલ, તરંગી હોય છે કે, તેમને જીવનના કોઇ પણ પાસાને કેવી રીતે સંભાળવા તે ખબર હોતી નથી.
આવી વ્યક્તિએ તેના મગજને કોરાણે મૂક્યું હોઇ તે મુર્ખામીપણા, સ્વાર્થી, બદઇરાદાથી સંપૂર્ણ મુક્ત હોય છે. આવી અવસ્થા પરમસુખમય અને અદભુત આનંદ આપનારી હોય છે, તેમાં સાથે તમારી કાળજી રાખનારું કોઇ હોવું જોઇએ. જો આમ ના હોય તો તમે તેવી રીતે જીવી શકતા નથી અને એક શિશુ જેવી કાળજી લેવી પડે છે.

મારા માટે લોકોને આવી અવસ્થામાં ધકેલવાનું બહુ સહેલું છે. તે પરમસુખમયી અને આનંદદાયી હોવા છતાં તમારે કાળજી રાખનારની જરૂર પડે અને તેવા લોકો ક્યાંથી લાવવા આજના જમાનાની સામાજિક અવસ્થાને ધ્યામાં લેતા તે સકારાત્મક ઘટના નથી. લોકો તો તેમજ માનવા લાગશે આ માણસે મગજ ગુમાવ્યું છે અને તેને પાગલખાનામાં લઇ જવો પડશે પરંતુ જે પરમસુખમાં પડેલો છે તેના માટે આવી સ્થિતિથી કોઇ ફરક પડતો નથી.

ભારતમાં અવધૂતોની પૂજા થાય છે. દક્ષિણ ભારતમાં તો એવા અવધૂતો થયા છે જેમના સંપર્કમાં આપણે રહી ચૂક્યા છીએ. આવી પ્રતિભાઓ અદ્વિતિય – અજોડ હોવા છતાં કોઇના ટેકા વિના તેઓ રહી શકતા નથી.
થોડા સમય માટે પરમસુખ, પરમ આનંદની અવધૂતમયી અવસ્થામાં જવું સારું છે કારણ કે તેનાથી તમારા કર્મિક માળખામાં ભોંયતળિયેથી આમૂલ પરિવર્તનકારી, ધરખમ ફેરફારોની અવસ્થા ઉદભવે છે. તમારું કર્મિક માળખું 110 માળખાનું હોય અને તમે તમારા ભોંયતળિયાને સાફ કરતા હો છો જે સામાન્યતઃ અન્ય અવસ્થામાં તમે સાફ કરવાના નથી એટલા ઊંડે તે તળિયે જઇને જાતની સફાઇ માટેની આ અદભુત જાગૃતિ છે. જો કે, પરમસુખની આવી અવસ્થામાં જે તે વ્યક્તિ તેના તળિયાને સહેલાઇથી ભંગાર બનાવી કાંઇ કરતો નથી તેના માટે બધું જ સાફ ચોખ્ખું છે.

યોગી પુરુષો પરમસુખ – પરમ આનંદની અવસ્થામાં ચોક્કસ સમય સુધી રહેતા હોય છે. કારણ કે બધાથી પર અને મુક્ત થવાનો તે સૌથી ઝડપી માર્ગ છે. પરંતુ સાથોસાથ અવધૂતો તેમનું શરીર અવધૂત તરીકે છોડી શકતા નથી તે પણ લગભગ હંમેશનું છે આ એક સ્થિતિ માનવ જાગૃતિમાં નિર્મિત છે. તમે તમારું શરીર પરમસુખ પરમઆનંદની સ્થિતિમાં છોડી શકતા નથી. જ્યારે તમારે તમારો દેહ છોડવાનો આવે છે ત્યારે તમારે જાગૃતિમાં આવવું પડે છે અને તે થોડીક પળો માટે પણ તમે પરમસુખની અવસ્થા છોડીને કર્મના બંધનમાં બંધાઓ છો. અવધૂત અવસ્થામાં જીવી ગયેલા એવા ઘણા યોગીપુરુષો છે કે જેમને તેમની છેલ્લી પળોમાં પરમસુખ – પરમ આનંદની અવસ્થામાંથી બહાર આવવું પડતાં જ તેઓને કર્મના બંધનમાં બંધાવું પડ્યું અને પછી કર્મિક બંધનની ગૂંચ તેઓ ઉકેલી શક્યા નહોતા.

જિંદગીના બેવડાપણામાંથી જ કર્મ ઉદભવે છે. જો તમે તમામ પ્રકારના બેવડાપણા કે વલણોથી દૂર થાઓ તો તમારામાં સ્પષ્ટ પણે અવકાશ ઉદભવે છે અને બેવડાપણું તમારી બહાર જ ભટકતું રહે છે. જો તમારે કોઇ રમત રમવી હોય તો રમો અથવા તમે જેવા છો તે તમારા માટે સારું છે. તમને કાંઇ સારું – નરસું સ્પર્શતું નથી. તમે ઇચ્છો તો તેનો ઉપયોગ કરો છો પરંતુ તે તમે પોતે હોતા નથી.

– Isha Foundation

LEAVE A REPLY

3 × five =