Bengaluru ranks second in the world after London in cities with the highest traffic
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

સિટી સેન્ટર  કેટેગરીમાં ટ્રાફિક ગીચતાની દ્રષ્ટિએ બેંગલુરુ 2022માં વિશ્વમાં બીજા ક્રમે રહ્યું હતું. આ ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમે લંડન રહ્યું હતું. 10 કિમીનું અંતર કાપવામાં બેંગલુરુવાસીઓને સરેરાશ 29 મિનિટ અને 10 સેકન્ડનો સમય લાગ્યો હતો. પીક અવર્સ દરમિયાન સરેરાશ સ્પીડ પ્રતિ કલાક 18 કિમીની રહી હતી, જે 2021માં 14 કિમી હતી, એમ નેધરલેન્ડની લોકેશન ટેક્નોલોજી સ્પેશ્યાલિસ્ટ ટોમટોમના ટ્રાફિક ઇન્ડેક્સમાં જણાવાયું છે.

રીપોર્ટમાં જણાવ્યા મુજબ લંડન સૌથી વધુ  ટ્રાફિક ધરાવતું કેન્દ્ર હતું, જ્યાં પ્રવાસીઓ 10 કિમીનું અંતર કાપવામાં 36 મિનિટ અને 20 સેકન્ડનો સમય લાગે છે.

સિટી સેન્ટર કેટેગરીમાં આયર્લેન્ડની રાજધાની ડબલિન ત્રીજા ક્રમે રહ્યું હતું. જાપાનનું સપોરો, ઇટાલીનું મિલાન અને ભારતના પુણે (છઠ્ઠા)નો ક્રમ આવે છે. ભારતના અન્ય ભીડભાડ વાળા શહેરોમાં દિલ્હી (34) અને મુંબઈ (47) હતા.

ગયા વર્ષે શનિવાર, 15 ઓક્ટોબર સિટી સેન્ટરમાં મુસાફરી કરવા માટેનો સૌથી ખરાબ દિવસ હતો.

મેટ્રો એરિયા કેટેગરીમાં કોલંબિયાનું બોગોટા સૌથી વધુ ટ્રાફિક ધરાવતું શહેર છે. આ પછી  મનીલા, સાપોરો, લિમા, બેંગલુરુ (પાંચમું), મુંબઈ (છઠ્ઠું), નાગોયા, પુણે, ટોક્યો અને બુકારેસ્ટનો ક્રમ આવે છે. મેટ્રોપોલિટન એરિયામાં બેંગલુરુવાસીઓને 10 કિમીનું અંતર કાપવામાં સરેરાશ 23 મિનિટ અને 40 સેકન્ડનો સમય લાગ્યો હતો. સરેરાશ સ્પીડ પ્રતિ કલાક 22 કિમીની રહી હતી.

સિટી સેન્ટર 5 કિમીની ત્રિજ્યા સાથેનો શહેરી વિસ્તાર છે, જે શહેરના સૌથી વ્યસ્ત ભાગોને આવરી લે છે. મેટ્રો એરિયા સમગ્ર વિસ્તારના ટ્રાફિકને માપે છે, જેમાં નજીકના શહેર અને ગ્રામીણ વિસ્તારોનો સમાવેશ થાય છે. બેંગલુરુ 2021માં 10મું સૌથી વધુ ભીડભાડ ધરાવતું શહેર હતું અને 2020માં છઠ્ઠા ક્રમે હતું. આ વર્ષો દરમિયાન, સિટી સેન્ટર અને મેટ્રો વિસ્તારોમાં કોઈ શહેરનું વિભાજન થયું ન હતું.

રિપોર્ટમાં જણાવ્યા મુજબ 2022માં બેંગલુરુના સિટી સેન્ટરમાં મુસાફરી કરવાનો સૌથી ખરાબ દિવસ શનિવાર 15 ઓક્ટોબર હતો. તે દિવસે સિટી સેન્ટરમાં 10 કિમી ડ્રાઇવ કરવા માટે સરેરાશ મુસાફરીનો સમય 33 મિનિટ 50 સેકન્ડ હતો. હકીકતમાં ગયા વર્ષે બેંગલુરુમાં સરેરાશ મુસાફરીનો સમય વધ્યો હતો. ડેટા સૂચવે છે કે બેંગલુરુમાં 10 કિમીની મુસાફરી કરવા માટેનો સરેરાશ સમય 40 સેકન્ડ વધી ગયો છે.

LEAVE A REPLY

3 × five =