સીઇઓ ઝમીર ચૌધરી

સ્કાય ન્યૂઝના અહેવાલ મુજબ પરવેઝ પરિવાર દ્વારા સંચાલિત બેસ્ટવે કંપની આશ્ચર્યજનક રીતે યુકેની સૌથી મોટી અને યુકેભરમાં લગભગ 600 પ્રેક્ટિસ ચલાવતી ડેન્ટીસ્ટ્રી ચેઇન IDHને ખરીદવા પ્રયત્ન કરી રહી છે.

કેશ એન્ડ કેરી કંપની બેસ્ટવે અને ખાનગી ઇક્વિટી કંપની બ્રિજપોઇન્ટ આઈડીએચ ગ્રુપ માટે બોલી લગાવનાર છે. એમ કહેવામાં આવે છે કે તેઓ આઈડીએચ માટે £700 મિલિયનથી વધુની ઓફર કરવા તૈયાર છે.

જો બેસ્ટવેની આ ઓફર સ્વીકારવામાં આવશે તો તે તેને હેલ્થકેર ઇન્ડસ્ટ્રીના બીજા ક્ષેત્રમાં લઈ જશે. 2014માં તેમણે કો-ઓપરેટીવ ગૃપનો ફાર્મસી બિઝનેસ £620 મિલિયનમાં ખરીદ્યો હતો અને તેને સફળતાપૂર્વક બ્રિટનની સૌથી મોટી સ્વતંત્ર ચેઇન બૂટ્સ અને લોઇડ પછીની સૌથી મોટી કંપની બનાવી હતી. તેની વેબસાઇટ પ્રમાણે, બેસ્ટવે હવે યુકેની 17 મી સૌથી મોટી ખાનગી માલિકીની કંપની છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આઈડીએચના હાલના માલિકો, કાર્લાઇલ અને પેલેમોન આગામી સપ્તાહમાં પોતાની પસંદગીના બિડર વિશે નિર્ણય લેશે. તે સ્પષ્ટ નથી કે વર્તમાન શેરહોલ્ડરો આઇડીએચના દેવાના સ્તરને કારણે કોઇ અર્થપૂર્ણ વળતર જોશે કે કેમ. બેસ્ટવે અને કાર્લાઇલે આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.