Mohan Bhagwat, RSS, Dussehra rally
આરએસએસના વડા મોહન ભાગવતે બુધવારે નાગપુરમાં વિજયા દશમી ઉત્સવ દરમિયાન શસ્ત્ર પૂજા કરી હતી. (ANI Photo)

દશેરા પર્વ નિમિત્તે 5 ઓક્ટોબરે મહારાષ્ટ્રના નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએ)ના મુખ્યાલય ખાતે પરંપરાત દશેરા રેલીને સંબોધન કરતાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે જણાવ્યું હતું કે, ભારતમાં તમામને સમાન પણે લાગુ પડે તેવી વસતિ નિયંત્રણ નીતિની જરૂર છે. ધાર્મિક આધારે અસંતુલન અને બળજબરીપૂર્વકના ધર્મપરિવર્તનથી દેશના ટૂકડા થાય છે. તેમણે ધર્મ આધારિત વસતિની અસમતુલાથી ઇસ્ટ ટિમોર, કોસોવા અને સાઉથ સુદાન જેવા નવા દેશો બન્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

મોહન ભાગવતે જણાવ્યું હતું કે, ‘જનસંખ્યા નિયંત્રણની સાથે સાથે ધાર્મિક આધાર પર વસતિ સંતુલન પણ ખૂબ જ જરૂરી છે. તેને અવગણી ન શકાય. વસતિને સંસાધનની જરૂર પડે છે. જો આ સંસાધનો વધાર્યા વગર જનસંખ્યા વધશે તો બોજારૂપ બની જશે. જો તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે સાધન પણ છે. સંપત્તિ પણ છે. કોઈ પણ દેશમાં 57 કરોડ યુવાનો નથી. આપણો પાડોશી દેશ ચીન વૃદ્ધ થઈ ગયો છે પરંતુ આપણે વિચારને સમજવા પડશે.’
તેમણે જણાવ્યું હતું કે વસતિના અસંતુલનના કારણે ભૌગોલિક સરહદોમાં પણ પરિવર્તન આવે છે. વસતિ માટે એક સમગ્ર નીતિ બનવી જોઈએ અને તેમાં કોઈને પણ છૂટ ન મળવી જોઈએ. તે સૌના પર એક સમાન રીતે લાગુ થવી જોઈએ. જો કોઈ વાતમાં ફાયદો હશે તો સમાજ તેને સરળતાથી સ્વાકારી લેશે પરંતુ જ્યાં દેશ માટે કશું ગુમાવવું પડે છે ત્યારે થોડી સમસ્યા આવે છે.

મોહન ભાગવતે કહ્યું હતું કે, કોઈની પણ શ્રદ્ધાને ઠેસ ન પહોંચાડવી જોઈએ. તે ધ્યાન રાખવું પડશે. સમાજને તોડવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે. ઉદયપુર, અમરાવતી સહિત અનેક સ્થળોએ ક્રૂર ઘટનાઓ બની છે. આ કારણે આખા સમાજમાં અશાંતિ ફેલાવાનું જોખમ રહે છે. મુસ્લિમોના પ્રમુખ લોકોએ પણ આ વાતનો વિરોધ કર્યો છે.
મોહન ભાગવતે પોતાની દિલ્હી ખાતેની એક મસ્જિદની મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ‘આરએસએસ દ્વારા લઘુમતીઓ સાથે વાત કરવામાં આવે તેવું આ પ્રથમ વખત બન્યું નથી. અમે અગાઉ પણ આવું કરેલું છે.

LEAVE A REPLY

5 + sixteen =