(Getty Images)

ભાજપનો સંસદના બંને ગૃહોમાં ટૂંકસમયમાં કોઇ મુસ્લિમ ચહેરો નહીં હોય. કેન્દ્રમાં સત્તાધારી પાર્ટી હાલ રાજ્યસભામાં ત્રણ મુસ્લિમ સાંસદ ધરાવે છે અને લોકસભામાં એક પણ મુસ્લિમ સાંસદ નથી. જોકે રાજ્યસભામાં ભાજપના ત્રણ મુસ્લિમ સાંસદોની મુદત ટૂંકસમયમાં પૂરી થઈ રહી છે અને ભાજપે એકપણ સાંસદને રાજ્યસભા માટે રીપીટ કર્યા નથી.

રાજ્યસભાની કુલ 57 બેઠકો માટે 10 જૂને 15 રાજ્યોમાં ચૂંટણી યોજાશે. આ તમામ બેઠકો માટેના સભ્યોનો કાર્યકાળ જૂન અને ઓગસ્ટ વચ્ચે પૂરો થવાનો છે. ભાજપ 22 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, પરંતુ આમાંથી એકપણ ઉમેદવારનો મુસ્લિમ ઉમેદવારો નથી.અગાઉ ભાજપે ત્રણ મુસ્લિમ સાંસદોને રાજ્યસભામાં મોકલ્યા હતા, જેમાં મુખ્તાર અબ્બાસ નકવી, સૈયદ ઝફર ઈસ્લામ અને એમ જે અકબરનો સમાવેશ થાય છે. પરંતુ આ ત્રણેયનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે અને ત્રણેય મુસ્લિમ સાંસદોને ફરીથી નોમિનેટ પણ કરવામાં આવ્યા નથી. આવી સ્થિતિમાં બીજેપી તરફથી કોઈ મુસ્લિમ ચહેરો રાજ્યસભામાં આવવાનો નથી. મુખ્તાર અબ્બાસ નકવીનો રાજ્યસભાનો કાર્યકાળ 7 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. જો મુખ્તાર અબ્બાસ નકવી છ મહિનામાં સાંસદ નહીં બને તો તેમનું પ્રધાન પદ જવાનું નિશ્ચિત છે. રામપુર લોકસભા પેટાચૂંટણીમાં તેમને બીજેપીના ઉમેદવાર બનાવવામાં આવી શકે છે.