બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન દ્વારા ભારતના 76માં સ્વાતત્ર્ય દિનની ઉજવણીના કાર્યક્રમનું આયોજન 15મી ઑગસ્ટના રોજ BIA સેન્ટર વેમ્બલી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં હેરોના મેયર ક્લાર જેનેટ મોટે, બ્રેન્ટના મેયર ક્લાર અબ્દિફાતાહ એડેન, ઇલીંગના એમપી વિરેન્દ્ર શર્મા, એમપી બેરી ગાર્ડિનર, કૃપેશ હિરાણી એએમ અને હેરો અને બ્રેન્ટના કાઉન્સિલરોએ હાજરી આપી હતી.

બન્ને મેયર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સૌએ રાષ્ટ્રગીત, પ્રાસંગિક પ્રવચનોનો લાભ લીધો હતો.