(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન એવા કલાકારોમાંથી એક છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અમિતાભ બચ્ચનને તેમની સોશિયલ મીડિયા પોસ્ટના કારણે ઘણી વખત ટ્રોલ થવું પડ્યું છે. જોકે, બિગ બી તેમને ટ્રોલ કરનારાઓને પણ જવાબ આપે છે. આવું જ કંઈક ફરી એકવાર અમિતાભ બચ્ચન સાથે થયું છે.

રવિવારે અમિતાભ બચ્ચને લગભગ 11.30 વાગ્યે ચાહકોને શુભ સવારની શુભેચ્છા પાઠવી હતી. જે બાદ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે, અમિતાભ બચ્ચને ટ્રોલ કરનારાઓને જવાબ આપ્યો હતો.

તેમણે પોતાના ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ પર લખ્યું, ‘શુભ સવાર! કેટલાક પ્રશંસકોએ તેમના વખાણ કર્યા તો કેટલાકે ટ્રોલ કર્યા હતા. અમિતાભ બચ્ચને તેના જવાબમાં લખ્યું, ‘કટાક્ષ માટે આભાર. પરંતુ મોડી રાત સુધી કામ કરતો હતો. આજે સવારે જ શૂટિંગ પૂરું થયું, ઉઠવામાં મોડું થયું, તેથી મેં ઉઠતાની સાથે જ શુભેચ્છાઓ મોકલી. જો મેં તમને તકલીફ આપી હોય તો હું દિલગીર છું.’