બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પટણામાં જનતા દળ (યુનાઇટેડ)ના કાર્યકારો ચૂંટણીપ્રચાર માટે વાહનો તૈયાર કરી રહ્યા છે. (PTI Photo)

બિહારમાં વિધાનસભામાં ભાજપ અને જે઼ડીયુ વચ્ચે બેઠકોની વહેંચણી થઈ છે. બંને વચ્ચેની સમજૂતી મુજબ ભાજપ 121 બેઠકો પર ચૂંટણી લડશે. જ્યારે જેડીયુ 122 બેઠકો પર ઉમેદવારો ઉતારશે. . જેડીયુ તેના હિસ્સામાંથી પાંચ બેઠકો જીતનરામ માંઝીને આપશે. ભાજપ તેના હિસ્સામાંથી વીઆઈપી પાર્ટીને હિસ્સો આપશે. બિહારમાં હાલ મુખ્યપ્રધાન નીતિશકુમારના જનતા દળ-યુ અને ભાજપની ગઠબંધન સરકાર છે.