Bilkis bano rape case
બિલકિસ બાનો (ફાઇલ ફોટો) (ANI Photo)

ગોધરાકાંડ પછી 2002માં બિલ્કિસ બાનો સામૂહિક બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા મેળવનારા 11 દોષિતોને છોડી મૂકવાના નિર્ણયનો ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં બચાવ કર્યો છે.

ગુજરાત સરકારે પોતાની ક્ષમા નીતિ હેઠળ દોષિતો મૂક્યા હતા. બિલ્કિસ બાનોના દોષિતોને જેલ મુક્ત કરવાના નિર્ણય અંગે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી જણાવ્યું હતું કે થર્ડ પાર્ટી આ મામલે કેસ દાખલ કરી શકે નહીં. આ નિર્ણય સર્વોચ્ચ અદાલતે જાહેર કરેલી 1992ની રેમિશન પોલિસી અંતર્ગત લેવામાં આવ્યો છે.

ગુજરાત સરકારે અરજીકર્તા સુભાષિની અલી, રેવતી લાઉલા અને રૂપ રેખા રાણીની અરજીના જવાબમાં એફિડેવિટ રજૂ કરી હતી. એફિડેવિટમાં ગુજરાત સરકારે કહ્યું હતું કે રેમિશન ઓર્ડરને પડકારવો જનહિત અરજીના અધિકાર ક્ષેત્રમાં આવતો નથી. આ અધિકારોનો દુરોપયોગ છે. ગુજરાત સરકારે કહ્યું હતું કે તમામ દોષિતોને બોર્ડમાં સામેલ તમામ વ્યક્તિઓના મતના આધારે મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. તેમાં સજા દરમિયાન દોષિતોના વ્યવહાર પર પણ વિચાર કરવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારે 11 કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય કર્યો હતો કેમ કે દોષિતોએ જેલમાં 14 વર્ષ અને તેનાથી વધારે સમયની સજા પૂરી કરી લીધી હતી. આ દરમિયાન તેમનું વર્તન પણ સારું હતું. રાજ્ય સરકારની મંજૂરી બાદ 10 ઓગસ્ટ 2022ના રોજ દોષિતોને છોડી મૂકવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

12 + 10 =