વિશ્વની જાણીતી ઇન્ફર્મેશન ટેકનોલોજી કંપની- માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલિયોનેર બિલ ગેટ્સ કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ અંગે તેમણે ટ્વીટર પર માહિતી આપી છે. બિલ ગેટ્સે ટ્વીટ કર્યું કે, મારો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું અત્યારે હળવા લક્ષણો અનુભવી રહ્યો છે. હું જ્યાં સુધી સંપૂર્ણ સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી હું થોડા દિવસો માટે આઈસોલેશનમાં રહીશ. હું ડોકટરોની સલાહને અનુસરી રહ્યો છું. હું નસીબદાર છું કે, મે કોરોના વેક્સિન લીધી છે અને તેનો બૂસ્ટર ડોઝ પણ લઈ લીધો છે. અમારી પાસે કોરોના ટેસ્ટિંગ અને મેડિકલ હેલ્પની સારી સુવિધાઓ છે.’
બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન વિશ્વના સૌથી પ્રભાવશાળી ખાનગી ફાઉન્ડેશનમાંથી એક છે. તેની પાસે અંદાજે 65 બિલિયન ડોલરની સંપત્તિ છે. બિલ ગેટ્સ મહામારી માટે ગરીબ દેશોમાં વેક્સિન અને દવાઓને લોકો સુધી પહોંચાડવા માટે કામ કરી રહ્યા છે.