Simon Arora

યુકેમાં કોસ્ટ ઓફ લીવીંગ કટોકટીએ B&M યુરોપિયન વેલ્યુ રિટેલ SAને ભારે ફટકો માર્યો છે, ત્યારે શેરહોલ્ડિંગ અને રોકાણના વૈવિધ્યકરણને કારણે કંપની ચલાવતા બિલિયોનેર અરોરા પરિવાર માટે સંપત્તિનું ધોવાણ પ્રમાણમાં સાધારણ રહ્યું છે. અરોરા પરિવારે તેમની $2.6 બિલિયન સંપત્તિમાંથી સંઘર્ષ કરી રહેલા રિટેલર B&Mના શેરોમાં માત્ર 10% જ રોકાણ રાખીને વૈવિધ્યીકરણ કર્યું છે.

લક્ઝમબર્ગ સ્થિત કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન આ વર્ષની શરૂઆતથી આ જ સમયગાળા દરમિયાન FTSE100માં લગભગ આઠ ટકાના ઘટાડા સામે અડધું થઈ ગયું છે.

કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે તાજેતરમાં નિવૃત્ત થયેલા સાયમન અરોરા અને તેમના પરિવારે આ વર્ષે જાન્યુઆરીમાં ડિસ્કાઉન્ટ રિટેલરમાં £234 મિલિયનના મૂલ્યના શેર વેચ્યા હતા. બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર, પાછલા દાયકામાં, તેઓએ 2014માં B&Mના લંડન લિસ્ટિંગ સહિત કુલ આશરે £2 બિલિયનના મૂલ્યના શેરનું વેચાણ કર્યું હતું.

અરોરા અને તેમના નાના ભાઈઓ બોબી અને રોબિન કે જેઓ સાથે મળીને B&Mમાં લગભગ 10 ટકા હિસ્સો ધરાવે છે તેઓ હવે એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ, કોર્પોરેટ બોન્ડ્સ અને રિયલ એસ્ટેટમાં તેમના રોકાણમાં વૈવિધ્યીકરણ કર્યું છે.

17 વર્ષ સુધી B&Mનું સંચાલન કરનાર સાયમન અરોરાએ એપ્રિલમાં જાહેરાત કરી હતી કે તેઓ 2023 માં B&M ના સીઈઓ અને ડિરેક્ટર પદેથી રાજીનામું આપશે. તેમણે અને બોબીએ 2004માં કંપની હસ્તગત કરી હતી જ્યારે તે માત્ર 21 સ્ટોર ધરાવતી પ્રાદેશિક ચેઇન હતી. જે પાછળથી બ્રિટન અને ફ્રાન્સમાં 1,100 થી વધુ સ્ટોર્સ સાથે એક જૂથમાં વિકસી હતી.

£2.4 બિલિયનની કુલ સંપત્તિ સાથે, અરોરા બંધુઓ એશિયન રિચ લિસ્ટની 2021ની આવૃત્તિમાં છઠ્ઠા ક્રમે હતા.

LEAVE A REPLY

seventeen + 20 =