BJP released another list of 6 candidates
. (ANI Photo)

ગુજરાત વિધાનસભાની ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાનારી ચૂંટણી માટે સત્તાધારી ભાજપે ગુરુવાર,10 નવેમ્બરે તેની 160 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. ભાજપની આ યાદીમાં પાંચ પ્રધાનો સહિત 38 વર્તમાન ધારાસભ્યોને ફરી ટિકિટ આપવામાં આવી નથી. 160 ઉમેદવારોનીની યાદીમાં 14 મહિલા, 13 SC અને 24 ST ઉમેદવારો છે. 

કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે આ યાદીમાં 69 વર્તમાન ધારાસભ્યોનો ફરી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે 38 વર્તમાન ધારાસભ્યોના સ્થાને નવા ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા છે. 69 ઉમેદવારોમાંથી  17 ઉમેદવારો છેલ્લા એક દાયકામાં ભાજપમાં જોડાયા છે. તેમાં ભગવાનભાઈ બારડનો સમાવેશ થાય છે, જેઓ કોંગ્રેસ છોડીને બુધવારે જ ભાજપમાં જોડાયા હતા. એ જ રીતે, ભૂતપૂર્વ કોંગ્રેસી મોહનસિંહ રાઠવા, જેઓ મંગળવારે તેમના બે પુત્રો સાથે ભાજપમાં જોડાયા હતા, તેમના પુત્ર રાજેન્દ્રસિંહને છોટાઉદેપુર બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. 

ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે જામનગર ઉત્તરના ઉમેદવાર તરીકે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને મેદાનમાં ઉતાર્યા છે અને તેના વર્તમાન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ એમ જાડેજાને પડતા મૂક્યા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડશે.  

ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકમાંથી 89 બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન થશે, જ્યારે બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે 93 બેઠકો પર મતદાન થશે. ચૂંટણીનું રિઝલ્ટ 8 ડિસેમ્બરે જાહેર થશે.   

પાટીદાર અનામત આંદોલનો મુખ્ય ચહેરો અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હાર્દિક પટેલ વિરમગામ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. મોરબીમાં પુલ દુર્ઘટના પછી મોરબીથી બેઠક માટે શાસક પક્ષે વર્તમાન ધારાસભ્યે બદલી નાંખ્યા છે અને ભૂતપૂર્વ ધારાસભ્યને ટિકિટ આપી છે જેઓ પુલ તૂટી પડતા પીડિતોને બચાવવા નદીમાં કૂદી પડયા હતા. 60 વર્ષીય કાંતિલાલ અમૃતિયાને મોરબીથી ભાજપના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. મોરબીના વર્તમાન ધારાસભ્ય બ્રિજેશ મેરજાને પડતા મૂકવામાં આવ્યા છે.  

ગુજરાતમાં 27 વર્ષથી સત્તામાં રહેલા ભાજપે તેના કેટલાક વરિષ્ઠ નેતાઓને મેદાનમાં ઉતાર્યા નથી.  રીવાબા જાડેજા 2019માં ભાજપમાં જોડાયા હતા, તેઓ મિકેનિકલ એન્જિનિયર છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતા હરિસિંહ સોલંકીના સંબંધી છે. રિવાબાએ 2016માં આ ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા.  

ઉમેદવારીની આ યાદીમાં પ્રદ્યુમન જાડેજા અને અશ્વિન કોટવાલ જેવા સાત નેતાઓનો સમાવેશ થાય છે જેમણે 2017ની ચૂંટણી કોંગ્રેસની ટિકિટ પર લડી હતી. ભૂતપૂર્વ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ, હાર્દિક પટેલ છેલ્લી ચૂંટણી લડી શક્યો ન હતો કારણ કે તે 25 વર્ષની લઘુત્તમ વય માપદંડને પૂર્ણ કરતો ન હતો.  

પાર્ટીના વડા જેપી નડ્ડાની અધ્યક્ષતામાં પાર્ટીની ચૂંટણી પેનલની બેઠકના એક દિવસ બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન ઉપસ્થિત રહ્યા હતા. 

 

ભાજપના ઉમેદવારોની યાદી

વિધાનસભા બેઠક ઉમેદવાર

ઘાટલોડિયા ભૂપેન્દ્ર પટેલ

અબડાસા – પ્રધુમનસિંહ જાડેજા

માંડવી – અનીરૂધ્ધ દવે

ભૂજ – કેશુભાઈ પટેલ

અંજાર – ત્રિકમ છાંગા

ગાંધીધામ – માલતી મહેશ્વરી

રાપર – વિરેન્દ્રસિંહ જાડેજા

વિસનગર – ઋષિકેશ પટેલ

દસાડા- પી.કે. પરમાર

લીંબડી- કિરીટસિંહ રાણા

વઢવાણ- જિજ્ઞા પંડ્યા

ચોટીલા – શામજી ચૌહાણ

ધાંગધ્રા- પ્રકાશ વરમોરા

મોરબી કાંતિ અમૃતિયા

ટંકારા – દુર્લભજી દેથરિયા

વાંકાનેર – જીતુ સોમાણી

રાજકોટ પુર્વ ઉદય કાનગડ

રાજકોટ પશ્ચીમ ડો. દર્શીતા શાહ

રાજકોટ દક્ષિણ – રમેશ ટિલાળા

રાજકોટ ગ્રામ્ય – ભાનુંબેન બાબરીયા

ખેડબ્રહ્મા અશ્વીન કોટવાલ

ગાંધીનગર દક્ષિણ – અલ્પેશ ઠાકોર

વિરમગામ – હાર્દીક પટેલ

જસદળ કુંવરજી બાળીયા

ગોંડલ- ગીતાબા જાડેજા

જેતપુર – જયેશ રાદડીયા

કાલાવાડ – મેઘજી ચાવડા

જામનગર ગ્રામ્ય – રાઘવજી પટેલ

જામનગર ઉત્તર – રીવાબા જાડેજા

જામનગર દક્ષિણ દિવ્યેશ અકબરી

જામજોધપુરથી ચિમન સાપરિયા

દ્વારકા પ્રભુબા માણેક

પોરબંદર – બાબુ બોખરીયા

માણાવદર જવાહર ચાવડા

જુનાગઢ – સંજય કોરડીયા

વિસાવદર – હર્ષદ રિબડીયા

કેશોદ દેવાભાઈ માલમ

માંગરોળ ભગવાનજી કરગથિયા

સોમનાથ – માનસીંહ પરમાર

તલાલા ભગવાન બારડ

કોડીનાર – ડો. પ્રધુમન વાજા

ઉના કે સી રાઠોડ

ધારી- જે વી કાકડીયા

અમરેલી- કૌશિક વેકરીયા

લાઠી જનક તલાવિયા

સાવરકુંડલા – મહેશ કશવાલા

મહુવા શિવા ગોહિલ

તળાજા ગૌતમ ચૌહાણ

રાજુલા – હિરા સોલંકી

ગારિયાધાર કેશુ નાથાણી

પાલિતાણા ભીમા ભાઈ બારૈયા

ભાવનગર ગ્રામ્ય પરષોત્તમ સોલંકી

ભાવનગર પશ્ચિમ જીતુ વાઘાણી

ગઢડા- શંભુનાથ મહારાજ

બોટાદ ઘનશ્યામ ભાઈ વિરાણી

નાંદોદ ડો. દર્શના બેન દેશમુખ (વસાવા)

જંબુસર – ડી કે સ્વામી

વાગરા – અરુણસિંહ રાણા

ઝઘડિયા – રિતેશ વસાવા

ભરૂચ – રમેશ મિસ્ત્રી

અંકલેશ્વર ઇશ્વર પટેલ

ઓલપાડ મૂકેશ પટેલ

માંગરોળ ગણપત વસાવા

માંડવી કુંવરસિંહ હળપતિ

કામરેજ પ્રફુલ પાનસેરિયા

સુરત ઇસ્ટ – અરવિંદ રાણા

સુરત નોર્થ – કાંતિ બલર

વરાછા રોડ – કિશોર કાનાણી

કારંજ – પ્રવીણ ગોધારી

લિંબાયત – સંગીતા પાટીલ

ઉધના – મનુભાઈ પટેલ

મજુરા – હર્ષ સંઘવી

કતારગામ – વીનું ભાઈ મોરડીયા

સુરત વેસ્ટ – પુર્ણેશ મોદી

બારડોલી- ઇશ્વર પરમાર

મહુવા મોહન ધોડિયા

વ્યારા મોહન કોંકાણી

નિઝર જયરામ ગામિત

ડાંગ વિજયભાઈ પટેલ

જલાલપોર – આર.સી. પટેલ

નવસારી – રાકેશ દેસાઈ

ગણદેવી નરેશ પટેલ

વાંસદા પિયુષ પટેલ

ધરમપુર અરવિંદ પટેલ

વલસાડ – ભરત પટેલ રીપીટ

પારડી – કનુ દેસાઈ રીપીટ

કપરાડા – જિતુ ચૌધરી

ઉમરગામ રમણલાલ પાઠકર

બીજો તબક્કો

વાવ સ્વરૂપજી ઠાકોર

થરાદ શંકર ચૌધરી

ધાનેરા ભજવાનજી ચૌધરી

દાંતા લઘુભાઈ પારઘી

વડગામ મણીભાઈ વાઘેલા

પાલનપુર અનિકેત ઠાકોર

દિશા પ્રવીણ માળી

દિયોદર કેશવજી ઠાકોર

કાંકરેજ કીર્તી સિંહ વાઘેલા

ચાણાસમા દિલીપસિંહ ઠાકોર

સિદ્ઝધપુર બળવંતસિહ રાજપૂત

ઉંઝા કિરીટભાઈ પટેલ

વિસનગર ઋષિકેશ પટેલ

દેથરાજી સુખાજી ઠાકોર

કળી કરશનભાઈ સોલંકી

મહેસાણા મુકેશ પટેલ

વિજાપુર રમણભાઈ પટેલ

ઈડર રમણ વોરા

ખેડબ્રહ્મા અશ્વિન કોટવાલ

ધિલોડા પી સી બરંડાટ

મોડાસા ભીખુ પરમાર

બાયર્ડ ભીખીબેન પરમાર

પ્રાંતીજ ગજેન્દ્ર સિંહ પરમાર

દેહગામ બલરાદજસિંહ ચૌહાણ

વિરમગામ હાર્દિક પટેલ

સાણંદ કનુ પટેલ

વેજલપુર અમિત ઠાકોર

એલિસબ્રિજ અમિત શાહ

નારણપુરા જીતેન્દ્ર પટેલ

નિકોલ જગદીશ વિશ્વકર્મા

નરોડા ડૉ. પાયલ કુકરાણી

ઠક્કરબાપાનગર કંચન રાદડિયા

બાપુનગર દિનેશ કુશવા

અમરાઈવાડી ડો. હસમુખ પટેલ

દરિયાપુર કૌશિક જૈન

જમાલપુર ખડિયા ભૂષણભાઈ ભટ્ટ

મણિનગર અમૂલ ભટ્ટ

દાણીલીમડા નરેશ વ્યાસ

સાબરમતી ડો. હર્ષદ પટેલ

અસારવા દર્શનબેન વાઘેલા

દસ્ત્રઓઈ બાબુ પટેલ

ધોળકા કિરીટસિંહ ડાભી

ધંધુકા કાળુ ડાભી

ખંભાત મહેશ રાવલ

બોરસદ રમણ સોલંકી

આંકલાવ ગુલાબસિંહ પડિયાર

ઉમરેઠ ગોવિંદ પરમાર

આણંદ યોગેશ પટેલ

સોજીત્રા વિપુલ પટેલ

માતર કલ્પેશ પરમાર

નડિયાદ પંકજ દેસાઈ

મહુંધા સંજય શિંગ મહિડા

ઠાસરા યોગેન્દ્રસિંહ પરમાર

કપડવંજ રાજેશ ઝાલા

બાલાસિનોર માનસિંગ ચૌહાણ

લુનાવાડા જીજ્ઞેશ સેવક

સંતરામપીર કુબેર ડીંડોર

સેહરા જેઠાભાઈ આહીર

મોરવા હડપ નિમિષા સુથાર

ગોધરા કેસી રાઉલજી

કલોલ ફતેશીહ ચૌહાણ

હાલોલ જયદ્રથ પરમાર

ફતેપુરા રમેશ કટારા

લીમખેડા શૈલેશ ભાભોર

દાહોદ કનૈયાલાલ કિશોરી

દેવગઢ બારીયા બચુભાઈ ખાભડ

સાવલી કેતન ઈનામદાર

વાઘોડિયા અશ્વિન પટેલ

છોટાઉદેપુર રાજેન્દ્રસિંહ રાઠવા

સંખેડા અભેયસિંહ તળવી

દભોઈ શૈલેશ મહેતા

વડોદરા મનિષા બેન વકીલ

અકોટા ચૈતન્ય દેસાઈ

રાઉપુરા બાલકૃષ્ણ શુક્લા

પાદરા ચૈતન્યસિંહ ઝાલા

કરજણ અક્ષય કુમાર પટેલ

LEAVE A REPLY

five − 4 =