BJP's historic victory in Gujarat riding on Modi's charisma
ગુજરાતના વર્તમાન મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને અન્યોએ ગુરુવારે ગાંધીનગરમાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીની જીતની ઉજવણી કરી. (ANI ફોટો)

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કરિશ્મા પર સવાર થઈને ભાજપે ગુરુવાર, 8 ડિસેમ્બરે ગુજરાતમાં વિક્રમી સાતમી ટર્મ માટે સત્તા જાળવી રાખી છે અને રાજ્યમાં અત્યાર સુધીની સૌથી મોટી બહુમતી મેળવવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. ભાજપે મોદી અને ગૃહપ્રધાન અમિત શાહના ગૃહ રાજ્યમાં તેની “ઐતિહાસિક” જીત સાથે ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે.

મોદીએ મતદારો પર દબદબો જાળવી રાખ્યો હતો અને ગુજરાતમાં 31 ચૂંટણી રેલીઓને સંબોધિત કરી હતી, ભારતીય જનતા પાર્ટી (BJP)એ ત્રણ-ચતુર્થાંશ બહુમતી પાર કરી હતી અને મોદી વાવાઝોડામાં નવી પ્રવેશેલી આમ આદમી પાર્ટી (AAP)ને ત્રિકોણીય હરીફાઈમાં ચિત થઈ હતી તથા કોંગ્રેસનો ગુજરાતના ઇતિહાસમાં સૌથી ખરાબ દેખાવ જોવા મળ્યો હતો.

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલે જણાવ્યું હતું કે ગુજરાતમાં પાર્ટીના 60 વર્ષીય મૃદુભાષી ચહેરા ભૂપેન્દ્ર પટેલ મુખ્ય પ્રધાન તરીકે ચાલુ રહેશે અને તેમનો શપથ ગ્રહણ સમારોહ 12 ડિસેમ્બરે યોજાશે. ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ઘાટલોડિયા બેઠક 1.92 લાખ મતોના જંગી માર્જિનથી ભવ્ય વિજય મેળવ્યો હતો.

સમાજના તમામ વર્ગોમાંથી સમર્થન હાંસલ કરીને ભાજપને 182 સભ્યોની વિધાનસભામાં રેકોર્ડ 156 બેઠકો જીતી છે. ભાજપને કુલ 53 ટકા મતહિસ્સો મળ્યો છે, જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કુલ મતહિસ્સા કરતાં વધુ છે. ભાજપનો વોટશેર પશ્ચિમી રાજ્યમાં કોઈપણ પક્ષ માટે સૌથી વધુ છે.

ભાજપે 2017ની વિધાનસભા ચૂંટણીમાં 49.1 ટકા વોટ શેર સાથે 99 બેઠકો મેળવી હતી. પરંતુ આ વખતે 156 બેઠકો મેળવીને માધવસિંહ સૌલંકીનો 149 બેઠકોના રેકોર્ડ તોડીને નવો કિર્તિમાન સ્થાપિત કર્યો છે. ભાજપનો પોતાનો અગાઉનો રેકોર્ડ 127 બેઠકોનો હતો. 2002માં મોદી મુખ્યપ્રધાન હતા ત્યારે ભાજપે 127 બેઠકો મેળવી હતી. પરંતુ આ વખતે મોદી કહ્યું હતું તેમ નરેન્દ્રનો રેકોર્ડ ભૂપેન્દ્રએ તોડ્યો છે.

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પક્ષની “ઐતિહાસિક જીત” માટે વડા પ્રધાન મોદીને શ્રેય આપ્યો હતો.

વિકાસ એજન્ડા પર ધ્યાન કેન્દ્રિત કરીને ભાજપ રાજ્યમાં 1995થી ચૂંટણી હાર્યા વિના 27 વર્ષ સુધી સત્તામાં રહીને ફરીથી સત્તા વિરોધી લહેર પર વિજય મેળવ્યો હતો. ભાજપે પશ્ચિમ બંગાળમાં સતત સાત વખત ડાબેરી મોરચાના પરાક્રમની પણ બરાબરી કરી હતી. CPI(M)ના નેતૃત્વ હેઠળના મોરચાએ 1977થી 2011 સુધી 34 વર્ષ પૂર્વી રાજ્ય પશ્ચિમ બંગાળ પર શાસન કર્યું હતું. ગુજરાતમાં વિપક્ષે વધતી જતી મોંઘવારી, ધીમી વૃદ્ધિ અને બેરોજગારીને લઈને મોદી સરકારને આડે હાથે લીધી હોવા છતાં રાજ્યમાં ભાજપની લોકપ્રિયતામાં ઘટાડો થયો નથી.

AAPને 13% વોટશેર સાથે 5 બેઠકો મળી

લગભગ 13 ટકા વોટશેર સાથે અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી હેઠળની AAPએ પાંચ બેઠકો જીતી હતી. એક વીડિયો સંદેશમાં દિલ્હીના મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે AAPએ ઘણી બેઠકો જીતી નથી છતાં તેને મળેલા મતોએ તેને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પ્રાપ્ત કરવામાં મદદ કરી છે.

AAPએ ગુજરાતમાં પ્રથમ વખત ત્રિકોણીય લડાઈ બનાવવા માટે હાઈ-ડેસિબલ પ્રચાર ઝુંબેશ હાથ ધરી હતી જ્યાં કોંગ્રેસ અને ભાજપ પરંપરાગત હરીફ છે. દિલ્હી મ્યુનિસિપલ ચૂંટણીમાં જીતથી ઉત્સાહિત, AAPને આશા હતી કે તેની કલ્યાણવાદની રાજનીતિને ગુજરાતમાં લોકો સ્વીકારશે.

કોંગ્રેસનો સૌથી ખરાબ દેખાવ

ગુજરાતમાં 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 77 બેઠકો જીતીને ભાજપને જોરદાર લડત આપ્યા પછી કોંગ્રેસ આ વખતની ચૂંટણીમાં નવા તળિયે સરકી છે. કોંગ્રેસે આ વખતે માત્ર 17 બેઠકો મળી છે અને માત્ર 28 ટકા વોટશેર મળ્યો છે. આમ બેઠકો અને વોટશોર બંનેમાં કોંગ્રેસે ખરાબ રેકોર્ડ બનાવ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ‘ભારત જોડો યાત્રા’ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ગુજરાતની ચૂંટણીમાં સક્રિય પ્રચાર કર્યો ન હતો. તેથી પ્રચારની જવાબદારી સ્થાનિક નેતાઓના શિરે આવી પડી હતી. રાહુલે 2017માં આક્રમક રીતે પ્રચાર કર્યો હતો. AAP એ પણ કોંગ્રેસ માટે બગાડ કર્યો હોવાનું જણાયું હતું જેણે લગભગ 27 ટકા વોટ શેર મેળવ્યો હતો.

 

LEAVE A REPLY

5 × four =