(Photo by Christopher Furlong/Getty Images)

ડાર્વેન સાથે બ્લેકબર્નમાં બે અઠવાડિયામાં નવા જાહેર થયેલા  કોરોનાવાયરસના ચેપનો ભોગ બનેલા 114 લોકો પૈકી 85% લોકો ‘સાઉથ એશિયન એટલે કે ભારતીય કે પાકિસ્તાની મૂળના છે એમ  સ્થાનિક આરોગ્ય વડાએ આજે ​​જણાવ્યું હતું. તેના પાછળનું કારણ કાઉન્સિલે લેસ્ટર-શૈલીના સંપૂર્ણ લોકડાઉનને ટાળવા માટે મર્યાદિત સંખ્યામાં લોકોને અન્ય ઘરોની મુલાકાત લેવાની મંજૂરી આપી છે. કાઉન્સિલના નેતાએ ‘ખૂબ જ વાસ્તવિક’ ખતરો હોવાનું જણાવ્યું છે.

આવતા મહિના માટે લેન્કેશાયર ઓથોરિટી વિસ્તારમાં એક જ કુટુંબના ફક્ત બે જ લોકોને અન્યના ઘરની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં  આવી હતી તેમજ નવા નિયમો હેઠળ કોઈપણ જાહેર બંધ જગ્યામાં ચહેરા પર માસ્ક પહેરવો પડશે.

જે રીતે વ્યાપ વધી રહ્યો છે તે જોતાં સ્થાનિક લૉકડાઉનથી અસરગ્રસ્ત થનાર લેસ્ટર પછી ઇંગ્લેન્ડમાં તે બીજા સ્થાને આવશે. લોકોને પણ વિનંતી કરવામાં આવી રહી છે કે પોતાના ઘરની બહારની કોઈ પણ વ્યક્તિને ગળે ન ભેટે. લેસ્ટર સ્ટાઇલના લોકડાઉનને ટાળવાનાં પગલા રૂપે નવા મોબાઇલ સેન્ટરો પર નિયમિતપણે પરીક્ષણ કરાય છે.

ઑથોરિટીના પબ્લિક હેલ્થના ડાયરેક્ટર ડોમિનિક હેરિસને જણાવ્યું હતું કે 114 નવા કેસોમાં 85 ટકા દક્ષિણ એશિયાના બેકગ્રાઉન્ડના લોકો છે પણ કાઉન્સિલની 150,000 વસ્તીમાં તેમનો 30 ટકા જ હિસ્સો છે. આ ઉપરાંત ઇંગ્લેંડના બ્રેડફોર્ડ, રોચડેલ અને ઓલ્ડહામમાં કોવિડ-19 ચેપનો દર સૌથી વધુ છે જ્યાં દક્ષિણ એશિયાના મોટા સમુદાયો વસે છે.

રોગચાળાને ડામવા માટે કોવિડ-19 ટેસ્ટીંગ ઈચ્છે તે સૌ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે અને લક્ષણો ન હોવા છતાં પણ તેઓને સ્વેબ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. દક્ષિણ એશિયન મૂળના ઘણા વૃદ્ધો દરરોજ તાજા શાકભાજી અને ખોરાક ખરીદવા જતા હોવાથી સરકાર ચિંતીત છે. ટેસ્ટની સંખ્યા વધતા આવતા અઠવાડિયામાં કેસોની સત્તાવાર સંખ્યામાં નાટ્યાત્મક વધારો થઈ શકે છે. પરંતુ જો બે અઠવાડિયા પછી પણ કિસ્સાઓમાં વધારો થશે તો સ્થાનિક લૉકડાઉનનો અમલ કરાવાશે એમ લાગે છે. કામના સ્થળે કે શાળાઓમાં વ્યાપક સંક્રમણના કોઈ પુરાવા નથી.

કાઉન્સિલના નેતા મોહમ્મદ ખાને કહ્યું હતું કે ‘’જીવન કશું કર્યા વગર સામાન્ય સ્થિતિમાં પાછું ન જઈ શકે. આપણે બધાએ સ્થાનિક લોકડાઉન ટાળવા બલિદાન આપવું જ જોઇએ. કૃપા કરીને તમારી જાતને અને તમારા કુટુંબને સુરક્ષિત રાખવા માટે નિયમોને વળગી રહો.’’

ઇંગ્લેન્ડનાં કયા ક્ષેત્રમાં સૌથી મહત્તમ અસર છે?

આ આંકડા તા. 6 અને 12 જુલાઇની વચ્ચે દરેક લોકલ ઑથોરીટીમાં રહેતા દર 1 લાખ લોકો દીઠ નવા કોરોનાવાયરસના કેસોના છે.

વિસ્તાર દર્દીની સંખ્યા
લેસ્ટર શહેર 101.3
ડાર્વેન સાથે બ્લેકબર્ન 47.0
બ્રેડફોર્ડ 36.5
હેરફોર્ડશાયર 36.4
રોશડેલ 30.5
પીટરબરો 27.4
લુટન 24.3
કર્કલીઝ 23.7
કેલ્ડરડેલ 20
વેકફિલ્ડ 19.1
ઓલ્ડહામ 16.6
બોલ્ટન 15.1
રોધરહા 14.7
માન્ચેસ્ટર 13.3
શેફિલ્ડ 12.9
નોર્ધમ્પ્ટન 12.7
સેલ્ફર્ડ 12.9
લેસ્ટરશાયર 10.9
સ્ટૉક-ઓન-ટ્રેન્ટ 10.2
લેન્કેશાયર 9.8