પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતમાં કોરોનાને કારણે એક અઠવાડિયામાં બે પ્રખ્યાત બોડીબિલ્ડરના નાની ઉંમરમાં મૃત્યું થયા હતા. સિદ્ધાર્થ ચૌધરી નામના પ્રોફેશનલ બોડી બિલ્ડરનું રવિવારે અમદાવાદમાં અવસાન થયું હતું. આ પહેલા 30 એપ્રિલના રોજ ઈન્ટરનેશનલ બોડી બિલ્ડર જગદીશ લાડનું કોરોનાના કારણે નિધન થયું હતું. તેઓ માત્ર 34 વર્ષના જ હતા,
અમદાવાદના રહેવાસી ચૌધરી ગુજરાતના પ્રખ્યાત બોડી બિલ્ડર હતા. બે મહિના અગાઉ સુરતમાં યોજાયેલી મિસ્ટર ગુજરાત બોડી બિલ્ડિંગ સ્પર્ધા તેઓ રનર્સ-અપ રહ્યા હતા. તેમણે નેશનલ લેવલની સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેઓ ઘણાં વર્ષોથી બોડી બિલ્ડિંગ કરતા હતા. સિદ્ધાર્થ પ્રોફેશનલ ટ્રેનર તરીકે કામ કરતા હતા
જગદીશ લાડ બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ‘ભારત શ્રી’ ટાઈટલ જીત્યા હતા, જગદીશ લાડ મૂળ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના હતા, તેઓ પહેલા નવી મુંબઈમાં રહેતા હતા અને ત્રણ વર્ષથી ગુજરાતમાં આવ્યા હતા.