Abyss: The Cuban Missile Crisis 1962: Max Hastings

1962ની ક્યુબન મિસાઈલ કટોકટી એ ઈતિહાસની સૌથી ખતરનાક ઘટના હતી, ત્યારે માનવજાતે યુનાઈટેડ સ્ટેટ્સ અને સોવિયેત યુનિયન વચ્ચેના પરમાણુ યુધ્ધનો સામનો કરવો પડે એવી શક્યતાઓ સર્જાઇ હતી. તે અઠવાડિયા દરમિયાન, આખું વિશ્વ જાણે કે સંભવિત વિનાશને જોઇ રહ્યું હતું.

મેક્સ હેસ્ટિંગ્સે રજૂ કરેલો આ નવો ઇતિહાસ રાષ્ટ્રીય નેતાઓ, રશિયન અધિકારીઓ, ક્યુબાના ખેડૂતો, અમેરિકન પાઇલોટ્સ અને બ્રિટિશ નિઃશસ્ત્રીકરણના દૃષ્ટિકોણથી વાર્તા કહે છે. મેક્સ હેસ્ટિંગ્સે ફિડલ કાસ્ટ્રોના ક્યુબા, નિકિતા ખ્રુશ્ચેવના રશિયા અને કેનેડીના અમેરિકાના શીત યુદ્ધના અનુભવોના શબ્દ-ચિત્રોને દોરવા માટે સૌપ્રથમ નજરે જોનારા લોકોના ઇન્ટરવ્યુ, આર્કાઇવ દસ્તાવેજો અને ડાયરીઓ, વ્હાઇટ હાઉસ ટેપ રેકોર્ડિંગ્સ, ટોપ-ડાઉન વિશ્લેષણના મિશ્રણોનો ઉપયોગ કર્યો છે.

હેસ્ટિંગ્સે આ પુસ્તક પર એવું માનીને સંશોધન કરવાનું શરૂ કર્યું હતું કે તેઓ વીસમી સદીના ઇતિહાસમાંથી ભૂતકાળની ઘટનાની શોધ કરી રહ્યા છે. યુક્રેન પરનો હુમલો આ કથાને એકવીસમી સદીની અત્યાર સુધીની અકલ્પનીય હકિકત તરીકે વર્ણવે છે, જે જાણીને વિશ્વભરના લાખો લોકો આઘાત અનુભવી રહ્યા છે. આપણે કદાચ પરમાણુ સશસ્ત્ર મહાસત્તાઓ વચ્ચે નવા શીત યુદ્ધની શરૂઆતના સાક્ષી પણ બની શકીએ છીએ.

હેસ્ટિંગ્સને ડર છે કે આજની ધમકીનો સામનો કરવા માટે એ સમજવું મહત્વપૂર્ણ છે કે સાઇઠ વર્ષ પહેલાં, વિશ્વ કેવી રીતે અણુયુધ્ધની છેલ્લી ઝલકમાંથી બચી ગયું હતું. તેઓ જો કે દલીલ કરે છે, આજના આપણા નેતાઓ ગ્રહના અસ્તિત્વને સુરક્ષિત રાખવાની આશા રાખી શકે છે.

પુસ્તક સમિક્ષા

  • એબિસ: ધ ક્યુબન મિસાઇલ ક્રાઇસિસ 1962 પુસ્તકને ટાઈમ્સ હિસ્ટ્રી બુક ઓફ ધ યર 2022માં સ્થાન મળેલું છે.
  • મિસાઈલ ક્રાઇસીસની હાર્ટસ્ટોપીંગ વાર્તાઆ પુસ્તકમાં રજૂ કરાઇ છે જે ઇતિહાસની સૌથી ખતરનાક ક્ષણોમાંની એક તેજસ્વી, સુંદર રીતે રચાયેલ અને રોમાંચક પુન:મૂલ્યાંકન છે: ડેઈલી ટેલિગ્રાફ
  • ‘ગૅબ્સ ફ્રોમ ધ ગેટ-ગો… જાણે કે આ ખૂબ જ શ્રેષ્ઠ સાહિત્ય છે.: ડેઇલી મેઇલ
  • ‘મેજિસ્ટ્રિયલ… ચિલિંગ’: ડેઈલી એક્સપ્રેસ.

લેખક પરિચય

1986 અને 2002ની વચ્ચે થયેલા મોટાભાગના સંઘર્ષ વિશે મેક્સ હેસ્ટિંગ્સે ત્રીસ પુસ્તકો લખ્યા છે. તેમણે ડેઈલી ટેલિગ્રાફના એડિટર-ઈન-ચીફ તરીકે સેવા આપી હતી, તે પછી તેઓ ઈવનિંગ સ્ટાન્ડર્ડના એડિટર બન્યા હતા. તેમણે પત્રકારત્વ અને તેમના પુસ્તકો બંને માટે ઘણા ઇનામો જીત્યા છે, જેમાંથી તાજેતરમાં તેમને ‘ઓલ હેલ લેટ લૂઝ, કેટાસ્ટ્રોફ અને ધ સિક્રેટ વોર’ પુસ્તક માટે મળ્યું હતું. જે પુસ્તક વિશ્વભરમાં સૌથી વધુ અનુવાદિત બેસ્ટસેલર છે. તેમનું પુસ્તક ‘ઓપરેશન પેડેસ્ટલ’ 21-06-2021ના રોજ સન્ડે ટાઇમ્સનું બેસ્ટસેલર હતું.

તેઓ રોયલ સોસાયટી ઑફ લિટરેચર તથા કિંગ્સ કૉલેજ, લંડનના માનદ ફેલો છે. તેમને 2002માં નાઈટહૂડનો ખિતાબ અપાયો હતો. તેઓ બે સંતાનો શાર્લોટ અને હેરીના પિતા છે અને વેસ્ટ બર્કશાયરમાં તેમની પત્ની પેની સાથે રહે છે.

આ પુસ્તકને 5 માંથી 4.6 સ્ટારનું રેટીંગ મળેલું છે.

  • Book: Abyss: The Cuban Missile Crisis 1962
  • Author: Max Hastings
  • Publisher ‏ : ‎ William Collins
  • Price: £30

LEAVE A REPLY

19 − 7 =