સાચી ઘટનાઓ દ્વારા આધારીત, ‘એન આયા’સ ચોઇસ’ની પસંદગી આપણને બ્રિટિશ ભારતીય ઇતિહાસના ભાગ્યે જ જોવા મળતા પાસાઓ તરફ દોરે છે. પુસ્તકનુ પાત્ર જયા દેવાણી એક એવા રહસ્યને આશ્રય આપે છે જે તેમને લિંગ, વર્ગ અને જાતિના ભેદભાવની પૃષ્ઠભૂમિ સામે તેમની પોતાની એજન્સી શોધવા માટે પ્રેરિત કરે છે.

1900 માં એક નાનકડા ભારતીય ગામમાં, મહત્વાકાંક્ષી જયા દેવાણી તેમના અપેક્ષિત જીવનની મર્યાદાઓથી આગળ સ્વતંત્રતા માટે ઝંખે છે. તેમણે પોતાના બ્રિટીશ સંસ્થાનવાદી એમ્પ્લોયર, વિલિયમ એડમન્ડસન સાથે તોફાની સંબંધો શરૂ કરી લંડનમાં એક આયા તરીકે પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. યુકેમાં મતાધિકારની ચળવળ (સફરગેટ મુવમેન્ટ) વધી રહી હતી ત્યારે બ્રિટન આવનાર જયાએ એક પસંદગી સાથે ઝંપલાવ્યું હતું. તેમના મનમાં દ્વિધા હતી કે શું તેઓ ખરેખર વિલિયમના હાથમાંથી સ્વતંત્રતા મેળવી શકે છે કે પછી તેણે સ્વતંત્ર થવા માટે પોતાનો રસ્તો જાતે શોધવો પડશે?

માનવ ભાવનાની મક્કમતા, મિત્રતા અને તમારા પોતાના માર્ગને ઝળહળતી કરવાની વાર્તા આ પુસ્તકમાં રજૂ કરાઇ છે. આ પુસ્તક ‘પેરિસ લાઇબ્રેરી’ અને ‘ધ બીકીપર ઓફ એલેપ્પો’ના ચાહકો માટે પરફેક્ટ છે.

આ પુસ્તક એક ઉગ્ર પણ સ્વતંત્ર યુવાન નાયિકાની આંખો દ્વારા યુદ્ધ પૂર્વેના ઈંગ્લેન્ડના ગ્રે આકાશ સાથે ભારતની આબેહૂબ દુનિયાનો સુંદર પણ વિરોધાભાસી ચિતાર રજૂ કરે છે. આ રસપ્રદ વાર્તા માટે વ્યાપક સંશોધન કરાયું છે. જેમાં બ્રિટનના ભારત સાથેના જટિલ સંબંધોની ઓડિસી રજૂ કરાઇ છે. આ પુસ્તક પ્રેમ, તૂટેલા વચનો, ખૂન અને બદલાની વાર્તા રજૂ કરે છે. આ પુસ્તકને 5 માંથી 5 સ્ટારનું રેટીંગ અપાયું છે.

પુસ્તક સમિક્ષા

  • વીમેન રાઇટ્સ એક્ટીવીસ્ટ અને ‘ડીડ્સ નોટ વર્ડ્સ’ના લેખક હેલેન પંકહર્સ્ટ CBE કહે છે કે ‘આ પુસ્તક એક પેજ ટર્નર અન્વેષણ કરે છે જેમાં વાર્તાનું કેન્દ્રીય પાત્ર જયા કેવી રીતે જાતિ, વર્ગ અને રંગ આધારિત ભેદભાવની પૃષ્ઠભૂમિ સામે તેની પોતાની એજન્સી શોધવા માટે નેવિગેટ કરે છે તે દર્શાવાયું છે.’
  • યુએસએ ટુડે બેસ્ટ સેલિંગ લેખક જુલિયન મેકલિન કહે છે કે ‘એ સદીના ભારતથી ઈંગ્લેન્ડ સુધીની એક અવિસ્મરણીય સફર રજૂ કરાઇ છે. જે સંપૂર્ણપણે રોમાંચિત અને જાદુઈ હતી પરંતુ તેનો અંત જોઈને મને અફસોસ થયો.’

લેખક વિશે

શાહિદા રહમાન ઐતિહાસિક સાહિત્ય, નોન-ફિક્શન અને ટૂંકી વાર્તાઓ લખે છે. તેમની પ્રથમ ઐતિહાસિક નવલકથા ‘લાસ્કર’ 19મી સદીના બ્રિટીશ સ્ટીમશીપ પર કામ કરતા એક એવા લાસ્કર પર આધારિત છે જેઓ તેમની પૈતૃક પૂર્વજ છે અને પેઢીઓથી તેમના દ્વારા મૌખિક રીતે પસાર થયેલી વાર્તાઓનો સંગ્રહ રજૂ કરે છે. તેને મુસ્લિમ રાઇટર્સ એવોર્ડ માટે શોર્ટલિસ્ટ કરાયું હતું. રહેમાને ધ હફિંગ્ટન પોસ્ટ અને બીબીસી રેડિયો કેમ્બ્રિજશાયર સહિત ઘણા પ્રકાશનોમાં યોગદાન આપ્યું છે.

  • Book: An Ayah’s Choice
  • Author: Shahida Rahman
  • Publisher‏: ‎ Onwe Press
  • Price: £9.99