આઇકોનિક દાર્જિલિંગ એક્સપ્રેસના સ્થાપક, અસ્મા ખાન તરફથી મોઢામાં પાણી આવે તેવી વાનગીઓ અને અવનવા સ્વાદિષ્ટ વ્યંજનોની રેસીપી ધરાવતી નવી કુકબુક ‘અમ્મુ: ઇન્ડિયન હોમ-કૂકીંગ ટૂ નોરીશ યોર સૉલ’ ભારતીય ખાણીપીણીના શોખિન લોકોમાં ધૂમ મચાવી રહી છે.

આ પુસ્તક ખોરાકની સાર્વત્રિક શક્તિની આનંદકારક ઉજવણી છે. આ પુસ્તક અસ્મા દ્વારા માતા અમ્મુને અપાયેલી એક વિશેષ શ્રદ્ધાંજલિ છે. જેમણે કલકત્તામાં તેમના ઘરના રસોડામાંથી ઘરની સાદી રસોઈ, ખોરાક અને પ્રેમ વચ્ચેની અતૂટ કડીનું અન્વેષણ કર્યું હતું.

આ પુસ્તકમાં રજૂ થયેલી વાનગીઓ, જ્યારે તમને તમારા પરિવાર અને મિત્રો સાથે જમવા માટે વહેંચવા સુયોગ્ય વ્યંજન, ભોજન અથવા વાનગીની જરૂર હોય ત્યારે તે આસાનીથી સુલભ કરાવે છે. ઝડપી અને સરળ રીતે બનાવી શકાય તેવા બઘરે આલૂ હોય કે શાહી પનીર કે પછી અમ્મુની ચિકન બિરિયાની, જે તમામ ઉંમરના લોકોને પ્રિય છે. વળી તે દાર્જિલિંગ એક્સપ્રેસની પણ મનપસંદ ડીશ છે.

આ પુસ્તક ‘અમ્મુ’માં 100થી વધુ વાનગીઓની રેસીપી રજૂ કરાઇ છે. તે બનાવવા માટે સરળ સૂચનાઓ અને ફોચટોગ્રાફ રજૂ કરાયા છે. એક આવશ્યક પુસ્તક ‘અમ્મુ’માં એવી દરેક વાનગીઓનો સમાવેશ કરાયો છે જે લોકો પોતાના ઘરે આરામદાયક રીતે ભારતીય ખોરાક બનાવવા માંગે છે.

દાર્જિલિંગ એક્સપ્રેસ અને નેટફ્લિક્સ ફેમ અસ્મા ખાન કહે છે કે ‘’આ પુસ્તકમાં એવી ડીશીઝ રજૂ કરાઇ છે જે હું રોજબરોજ પોતાના પરિવાર માટે રાંધુ છું, જે સૌને પોષણ સાથે આનંદ આપે છે અને હું આ વાનગીઓ તમારી સમક્ષ પ્રેમથી રજૂ કરૂ છું. સુગંધિત ભારતીય ફ્લેવર્સ ધરાવતી હ્રદયસ્પર્શી કુકબુકમાં મારા બાળપણની વાનગીઓનો સંગ્રહ કર્યો છે. મારા માટે આ મારી અમ્મુનું સન્માન કરવાની અને તેમની વાનગીઓ શેર કરવાની તક છે, જેણે મને બનાવી છે. હું મારા બાળપણથી જ મારા અમ્મુના કમ્ફર્ટ ફૂડને ચાહુ છું. તેણીએ જ મને રાંધવાનું શીખવ્યું હતું.’’

લેખક પરિચય

અસ્મા ખાન લંડનના દાર્જિલિંગ એક્સપ્રેસ રેસ્ટોરંટના માલિક અને યુકેના સૌથી પ્રખ્યાત મહિલા શેફમાંના એક છે. તેઓ તેમના પતિ સાથે 1991માં ભારતથી કેમ્બ્રિજમાં રહેવા આવ્યા હતા. તેઓ શાહી પરિવારમાંથી આવે છે – તેમના પિતા રાજપૂત હતા અને માતા બેંગોલી હતા. લૉયર તરીકે તાલીમ લીધા પછી અસ્માએ ફૂડ બિઝનેસમાં ઝંપલાવ્યું હતું. આસ્મા નેટફ્લિક્સના શેફના ટેબલ પર દેખાનારા પ્રથમ બ્રિટિશ શેફ હતા. ફૂડ ઈન્ડસ્ટ્રી અને તેનાથી આગળના સામાજિક પરિવર્તન માટે તેઓ એક અણનમ બળ ગણાય છે. તેમણે સપર ક્લબ તરીકે શરૂઆત કરી હતી અને 2015માં લંડનમાં વિવેચકો દ્વારા વખાણાયેલી પોપ-અપ રેસ્ટોરંટ સ્થાપી હતી. આસ્મા 2017થી લંડનમાં માત્ર સ્ત્રીઓની ટીમ ધરાવતી રેસ્ટોરન્ટ દાર્જિલિંગ એક્સપ્રેસ ચલાવે છે જ્યાં વિશ્વ-વિખ્યાત ભારતીય ભોજન મળે છે.

આ પુસ્તકને 5માંથી 4.6 સ્ટાર રેટીંગ મળેલું છે.

Title Ammu: Food to Nourish Your Soul, from a Life of Cooking

Author: Asma Khan

Publisher: Ebury Press

Price: £26-00