UK approves Covid vaccine for children
પ્રતિક તસવીર (ANI Photo)

યુકેના આરોગ્ય અધિકારીઓએ સોમવારે તા. 15ના રોજ જાહેરાત કરી હતી કે ઓમિક્રોન સ્ટ્રેન સહિત મૂળ વાઇરસને લક્ષ બનાવતી “નેક્સ્ટ જનરેશન” પ્રથમ COVID બૂસ્ટર રસી મંજૂર કરનાર યુકે પ્રથમ દેશ બન્યો છે. મેડિસિન એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (MHRA) એ જણાવ્યું હતું કે તેણે આધુનિક કોરોનાવાઇરસ સામે સલામતી, ગુણવત્તા અને અસરકારકતાના ધોરણોને પૂર્ણ કરનાર “તીક્ષ્ણ હથિયાર” તરીકે મોડર્ના રસીને લીલીઝંડી આપી છે.

હેલ્થ સેક્રેટરી સ્ટીવ બાર્કલેએ જણાવ્યું છે કે ‘’વાઇરસના બે તાણને લક્ષ્ય બનાવતી પ્રથમ કોવિડ જૅબ – મોડર્ના કોવિડ બૂસ્ટર રસી ઓટમથી 50 વર્ષથી વધુ ઉંમરના લોકો અને તબીબી રીતે સંવેદનશીલ લોકોને ઓફર કરવામાં આવનાર છે. તે સપ્ટેમ્બરની શરૂઆતથી રોલઆઉટ કરાશે. વાઇરસથી સૌથી વધુ જોખમ તરીકે વર્ગીકૃત કરાનાર અને પાત્રતા ધરાવતા પાંચ વર્ષથી વધુ ઉંમરના લોકોને, તેમના ઘરના સંપર્કો, NHS ફ્રન્ટલાઈન અને કેર હોમ સ્ટાફ અને 16 કે તેથી વધુ વયના કેરર્સને પણ આ રસી અપાશે.

એમએચઆરએના ચીફ એક્ઝિક્યુટિવ ડૉ જૂને જણાવ્યું હતું કે ‘’બૂસ્ટર રસીના દરેક ડોઝમાં, ‘સ્પાઇકવેક્સ બાયવેલેન્ટ ઓરિજિનલ/ઓમિક્રોન’, રસીનો અડધો ભાગ (25 માઇક્રોગ્રામ) હશે જે 2020 થી મૂળ વાઇરસના તાણને લક્ષ્ય બનાવે છે. જ્યારે બાકીનો અડધો ભાગ (25 માઇક્રોગ્રામ) ઓમિક્રોનને લક્ષ્ય બનાવે છે.”

યુકેમાં ઉપયોગમાં લેવાતી કોવિડ-19 રસીની પ્રથમ પેઢી આ રોગ સામે મહત્વપૂર્ણ રક્ષણ પૂરું પાડવાનું અને જીવન બચાવવાનું ચાલુ રાખશે. વાઇરસ સતત વિકસિત થઈ રહ્યો છે ત્યારે આ બાયવેલેન્ટ રસી રોગ સામે રક્ષણ આપવા માટે મદદ કરે છે.