(Photo by Jack Hill - WPA Pool/Getty Images)

દેશના વડા પ્રધાન બોરિસ જૉન્સનની સરકારે તા. 18ને સોમવારની રાત્રે હાઉસ ઓફ કોમન્સમાં 238 મત વિરૂધ્ધ 349 મતથી વિશ્વાસનો મત જીત્યો હતો. વડાપ્રધાન હવે આગામી સાત સપ્તાહ સુધી તેમની ભૂમિકામાં રહે તેવી અપેક્ષા છે. તેમણે  મતદાન વખતે બ્રેક્ઝિટ, યુક્રેન માટેના સમર્થન અને કોવિડ-19 રોગચાળાના સંચાલન વિશે સરકારની સફળતાની રજૂઆત કરી હતી.

વડા પ્રધાન આગામી સાત અઠવાડિયા સુધી તેમની ભૂમિકા ચાલુ રાખે તેવી અપેક્ષા છે અને કન્ઝર્વેટિવ પાર્ટીના નવા નેતાની પસંદગી કરાયા બાદ તેઓ 6ઠ્ઠી સપ્ટેમ્બરે કાર્યાલય છોડનાર છે. 111 સંસદસભ્યોએ તેમની સરકારમાં વિશ્વાસ છે તેમ જણાવી તેમને સમર્થન આપ્યું હતું.

ગયા અઠવાડિયે આઉટગોઇંગ સરકારમાં ‘સ્ટંટ’ વોટ માટે લેબરની યોજનાઓ પર વિવાદને પગલે વડા પ્રધાને વિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં તેમને સફળતા મળી હતી.

જૉન્સને કહ્યું હતું કે ‘’મારી પાસે મારા પતનની આસપાસની ઘટનાઓ વિશે ‘નિયત સમયે’ ‘કહેવા માટે વધુ’ હશે.

તેમણે ડાઉનિંગ સ્ટ્રીટમાંથી તેમનું પ્રસ્થાન બ્રેક્ઝિટનો અંત હોવાનો ઇનકાર કરતા દાવો કર્યો હતો કે કેટલાક લોકો માને છે કે લેબર અને ‘ડિપ સ્ટેટ અમને પાછા EU સાથે સંબંધો બાંધવાના તેમના કાવતરામાં જીતશે. તેમણે ગયા અઠવાડિયે ટાયફૂન ફાઇટર જેટમાં તેમની ફ્લાઇટ વિશે વાત કરી જણાવ્યું હતું કે દેશ કોન્ઝર્વેટીવ મૂલ્યો સાથે ગર્જના કરશે અને ગતિશીલ મુક્ત બજાર એન્ટરપ્રાઇઝ અર્થતંત્ર, દરેકને પ્રોત્સાહન આપશે અને ટ્રિલિયન પાઉન્ડનો વિકાસ કરશે.’’

ભૂતપૂર્વ પ્રધાન કેવિન બ્રેનને અગાઉ કહ્યું હતું કે જૉન્સને તેમની પોતાની સરકાર માટે વિશ્વાસ પ્રસ્તાવ મૂક્યો તે ‘અત્યંત બિનપરંપરાગત’ હતું, પરંતુ તેઓ એટલા બિનપરંપરાગત વ્યક્તિ છે કે તેમના પોતાના અંતિમ સંસ્કારમાં પણ તેઓ બોલવાની તક માંગે છે.’’

લેબર નેતા સર કેર સ્ટાર્મરે કહ્યું હતું કે ‘ભ્રમણાનો ક્યારેય અંત આવતો નથી. દેશ માટે એટલી રાહતની વાત છે કે આખરે તેમને બરતરફ કરવા પડ્યા છે.’’