(Photo by Toby Melville/WPA Pool/Getty Images)

વડા પ્રધાન બોરિસ જૉન્સનની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ પેટ્રોનેલા વ્યાટે જણાવ્યુ છે કે ‘’જૉન્સન માથે પડેલા મૂરતીયા જેવા એટલે કે તેમને એક આકરી જવાબદારી તરીકે જોવામાં આવે છે. લોકોને ખુશ કરનાર વડા પ્રધાન આગામી ચૂંટણી જીતી શકશે નહીં.’’

પેટ્રોનેલા વ્યાટે ITV પર ગુડ મોર્નિંગ બ્રિટન કાર્યક્રમમાં જણાવ્યું હતું કે જૉન્સન તેમના પુરોગામી માર્ગારેટ થેચર અને જ્હોન મેજરથી જેવા પૂરતા ટફ નથી.

ભારતીય મૂળની મરિના વ્હીલર સાથે લગ્ન સંબંધમાં હતા ત્યારે જૉન્સન પત્રકાર પેટ્રોનેલા વ્યાટ સાથે સંબંધો ધરાવતા હતા. તેમણે જણાવ્યું હતું કે “જૉન્સન લડાઇ કે તકરારને ધિક્કારે છે. તે લોકોને કંઈપણ અપ્રિય વાત કરવાનું પસંદ કરતા નથી. રાજકારણમાં તમારે તે બાબતે ઠરેલ થવું પડશે અને તમારે માર્ગારેટ થેચર, જ્હોન મેજર, ટોની બ્લેર અને થેરેસા મેની જેમ તમારા દાંત પીસવા પડશે. તેમની પાસે ખૂબ જ સારા ગુણો છે જે જરૂરી નથી કે મહાન વડા પ્રધાનના ગુણો હોય. વડા પ્રધાન “કડક માણસ નથી.”