Britain on the brink of worst recession in G7 after economy shrinks
FILE PHOTO: . REUTERS/Toby Melville/File Photo

સ્થિર વેતન અને ઘરગથ્થુ ખર્ચમાં અનુભવાતી મંદી આર્થિક રીકવરીને અટકાવતી હોવાથી બ્રિટન આવતા વર્ષે કોઈપણ નોંધપાત્ર વિકસિત રાષ્ટ્રની સરખામણીએ સૌથી આકરી મંદીનો ભોગ બનવાનું છે એવી અંધકારમય આગાહી કરાઇ છે.

ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સે 2022ના ત્રીજા ક્વાર્ટરમાં યુકેનું અર્થતંત્ર અગાઉ ધાર્યું હતું તેના કરતાં વધુ તીવ્ર સંકોચન સૂચવે છે એવું વિશ્લેષણ રજૂ કર્યું હતું. સપ્ટેમ્બરથી શરૂ થતા ત્રણ મહિનામાં દેશની જીડીપીમાં 0.2 ટકાના પ્રારંભિક અંદાજની સરખામણીમાં 0.3 ટકાનો ઘટાડો થયો છે. મેન્યુફેક્ચરિંગ અને કન્સ્ટ્રક્શન આઉટપુટમાં પણ 2.8 ટકાનો તીવ્ર ઘટાડો થયો હતો. જે ઊર્જાની વધતી કિંમતોની મોટી અસર દર્શાવે છે.

ONSના સુધારેલા આંકડા દર્શાવે છે કે અર્થવ્યવસ્થાએ અગાઉના અંદાજ કરતાં ગત વર્ષ કરતાં થોડું ઓછું સારું પ્રદર્શન કર્યું હતું. ઘરગથ્થુ આવકમાં વાસ્તવિક રીતે ઘટાડો થતો રહ્યો છે.  બ્રિટને પ્રથમ ત્રિમાસિક ગાળામાં માત્ર 0.6 ટકા અને બીજામાં 0.1 ટકાની વૃદ્ધિ કરી હતી. યુકે એકમાત્ર G7 અર્થતંત્ર બન્યું છે જેનું ઉત્પાદન તેના પૂર્વ-કોવિડ સ્તરથી નીચે અટકી ગયું હતું. અમેરિકા રિકવરીમાં અગ્રેસર છે અને તેની જીડીપી  2019ના સ્તરથી ઉપર 4.3 ટકા છે. યુરોઝોન ઉત્પાદનમાં 2.2 ટકાનો વધારો થયો છે.

નિષ્ણાતો આગાહી કરે છે કે આ વર્ષના અંતિમ ક્વાર્ટરમાં યુકેનું અર્થતંત્ર ફરીથી સંકોચાઈ જશે. જેનો અર્થ એવો થશે કે બ્રિટન મંદીમાં પ્રવેશ્યું છે. ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીના અંતિમ ક્વાર્ટરના આંકડા ફેબ્રુઆરીમાં પ્રકાશિત કરવામાં આવશે.

પેન્થિઓન મેક્રોઇકોનોમિક્સમાં સેમ્યુઅલ ટોમ્બ્સે જણાવ્યું હતું કે “અમે અપેક્ષા રાખીએ છીએ કે 2023માં બ્રિટનને નાણાકીય અને રાજકોષીય નીતિ બંનેની ગંભીરતાના કારણે મુખ્ય અદ્યતન અર્થતંત્રોમાં સૌથી ઊંડી મંદીનો સામનો કરવો પડશે.”

LEAVE A REPLY

nineteen − eight =