પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગોવાના એક બીચ નજીક મસાજ કરવાના બહાને એક બ્રિટિશ મહિલા પર તેના પુરુષ પાર્ટનરની હાજરીમાં કથિત બળાત્કાર થયો હતો, એમ પોલીસે મંગળવાર (6 જૂન)એ જણાવ્યું હતું.

નોર્થ ગોવાના અરામ્બોલ બીચ નજીક ગેરકાયદેસર મસાજ સર્વિસ ઓફર કરતા ગ્રૂપના વિ્સેન્ટ ડીસોઝા નામના સ્થાનિક નિવાસીની પોલીસે ધરપકડ કરી છે. આ ગ્રૂપ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ ઘણું જ લોકપ્રિય છે. આરોપી ભૂતકાળમાં સ્કૂલ લાઇબ્રેરિયન તરીકે પણ કામ કરતો હતો. પોલીસે સોમવારે તેની ધરપકડ હતી.

મહિલાએ દાખલ કરેલી પોલીસ ફરિયાદ મુજબ તે આ બીચની નજીક આવેલા સ્વીટ વોટર લેક નજીક સુઇ રહી હતી ત્યારે મસાજ કરવાના બહાને તેના પર કથિત રેપ થયો હતો. આ ઘટના 2 જૂને બની હતી, પરંતુ મહિલાએ યુકેમાં તેના પરિવારજનો સાથે વાતચીત કર્યા બાદ સોમવારે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. આ મહિલાએ ભારત ખાતેના બ્રિટિશ એમ્બેસીની પણ સહાય માગી હતી. આ ફરિયાદ પછી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.