Exempt first time home buyers from paying tax, Kamal Pankhania

અગ્રણી પ્રોપર્ટી ડેવલપર્સ વેસ્ટકોમ્બ ગ્રૂપના સીઈઓ કમલ પાનખણીયાએ બજેટ અંગે પ્રતિભાવ આપતા કહ્યું હતું કે “સરકારે સ્ટેમ્પ ડ્યુટીના દરમાં ઘટાડો કર્યો તેની જાહેરાતને અમે આવકારીએ છીએ. સ્ટેમ્પ ડ્યુટી અપ્રમાણસર રીતે ઘર ખરીદનાર મોટાભાગના લોકોને અસર કરે છે, અને આ એક આવકારદાયક પગલું છે, જે હાઉસિંગ સેક્ટરને ઉત્તેજીત કરવામાં મદદ કરશે અને પ્રથમ વખત ઘર ખરીદનારાઓને પ્રોપર્ટી લેડર પર પહોંચવાનું સરળ બનાવશે. સૌથી અગત્યનું એ છે કે વધુ આવાસોના નિર્માણને પ્રોત્સાહિત કરશે જે સમગ્ર યુકેમાં જરૂરી છે.’’

તેમણે જણાવ્યું હતું કે“ચાન્સેલરને વિરાટ પડકાર વારસામાં મળ્યો છે અને હું તેમને સુધારા સાથે આગળ વધવા વિનંતી કરીશ. દાખલા તરીકે, પ્રથમ વખત ઘર ખરીદવામાં સંઘર્ષ કરતા લોકોને ટેક્સ ભરવામાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવાથી તેમને મદદ મળશે. એ જ રીતે, ઘરની સરેરાશ કિંમતો સાથે અનુરૂપ સ્ટેમ્પ ડ્યુટી થ્રેશોલ્ડ વધારવાથી વધુ લોકોને એકસાથે ટેક્સ ભરવામાંથી મુક્તિ મળી શકે છે. આપણે આ પડકારનો સામનો કરવો હોય તો આ સાહસિક પગલાંની જરૂર છે.’’

LEAVE A REPLY

fifteen − 7 =