ભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ સોમવારે સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્નના બંધનમાં બંધાયો હતો.(PTI Photo/Joseph Radhika)

ભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ સોમવારે સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્નના બંધનમાં બંધાયો હતો. બુમરાહે સોમવારે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર સત્તાવાર રીતે પોતાના લગ્નના સમચાર આપ્યા હતા.
બુમરાહે સોમવારે લગ્નની એક તસ્વીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી અને લખ્યું છે કે, અમે નવી જર્નીની શરૂઆત કરી છે. આજે અમારા જીવનનો સૌથી આનંદદાયક દિવસ છે. અમાર લગ્નના સમાચાર તમારી સાથે શેર કરતી વખતે ઘણો આનંદ થઈ રહ્યો છે.

બુમરાહે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચાર ટેસ્ટ મેચની સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ અગાઉ અંગત કારણોસર અંતિમ ટેસ્ટ અને પાંચ ટી20 મેચની સિરીઝ માટે બ્રેક લીધો હતો અને ત્યારથી તેના લગ્નની અટકળો ચાલુ થઈ હતી. સંજના સ્પોર્ટસ એન્કર હોવાની સાથે-સાથે મોડેલ પણ છે. આઇપીએલની ટીમ કેકેઆર ટીમનો એક શો પણ હોસ્ટ કરે છે, તે સ્ટાર સ્પોર્ટસનો લોકપ્રિય ચહેરો બની ચુકી છે, સંજના સોશિયલ મિડિયા પર ખુબ એક્ટિવ રહે છે, ઇઁન્સ્ટાગ્રામ પર તેના 2 લાખથી પણ વધુ ફોલોઅર્સ છે.