Burning of Holy Quran in Sweden
21 જાન્યુઆરી, 2023 ના રોજ સ્વીડનના સ્ટોકહોમમાં તુર્કી દૂતાવાસની બહાર તુર્કી તરફી સંગઠન યુનિયન ઓફ યુરોપિયન ટર્કિશ ડેમોક્રેટ્સ (UETD)ના સભ્યોએ તુર્કી અને રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્ડોગનના સમર્થનમાં દેખાવો કર્યા હતા. TT News Agency/Christine Olsson via REUTERS

સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં જમણેરી રાજકીય નેતા રાસ્મસ પાલુડાને તુર્કીના દુતાવાસ સામે શનિવારે મુસ્લિમના પવિત્ર ધર્મગ્રંથ કુરાનને આગ ચાંપતા ઘણા મુસ્લિમ દેશોમાં રોષ ફાટી નીકળ્યો હતો. તુર્કી અને સ્વીડન વચ્ચે નાટો સભ્યપદનો વિવાદ વિરોધી દેખાવો લઈને હવે કુરાન સળગાવવા સુધી વધી ગયો હતો.

સ્વીડનના વડા પ્રધાને આ ઘટનાને “ખૂબ અનાદરપૂર્ણ” ગણાવીને તેને વખોડી કાઢી હતી. તેનાથી સ્વીડન અને તુર્કી વચ્ચેના સંબંધોને પણ અસર થઈ છે. સ્વીડન મિલિટરી એલાયન્સ નાટોમાં જોડાવા માગે છે, પરંતુ તુર્કી તેનો વિરોધ કરી રહ્યું છે. આ ઘટનાથી બંને દેશો વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે.

ગત શનિવારે મોડી રાત્રે સ્વીડનના વડા પ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસને ટ્વિટ કર્યું હતું. “અભિવ્યક્તિની સ્વતંત્રતા એ લોકશાહીનો મૂળભૂત ભાગ છે. પરંતુ જે કાયદેસર છે તે જરૂરી નથી કે તે યોગ્ય હોય. ઘણા લોકો માટે પવિત્ર એવા પુસ્તકોને બાળી નાખવું એ ખૂબ જ અનાદરજનકનું કૃત્ય છે.હું બધા મુસ્લિમો પ્રત્યે મારી સહાનુભૂતિ વ્યક્ત કરવા માંગુ છું જેઓ આજે સ્ટોકહોમમાં જે બન્યું તેનાથી હું નારાજ છું.

સ્વીડન અને ફિનલેન્ડ નાટોમાં સામેલ થવા માગે છે. બંને આ માટે તુર્કીની મંજૂરી મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. સ્ટોકહોમ કુર્દિશ કાર્યકરોને સોંપે અને તુર્કીના નેતૃત્વ પર હુમલો કરતી રેલીઓને અટકાવે તેવી તુર્કીની માંગ વચ્ચે સ્વીડનના પ્રયાસોને ફટકો પડ્યો છે.

સ્વીડનમાં પવિત્ર કુરાનની અપવિત્રતાની નિંદા કરતા પાકિસ્તાને જણાવ્યું હતું કે ઈસ્લામોફોબિયાનું આ મૂર્ખ અને ઉશ્કેરણીજનક કૃત્ય વિશ્વભરના 1.5 અબજથી વધુ મુસ્લિમોની ધાર્મિક સંવેદનાઓને ઠેસ પહોંચાડે છે.
ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ અને ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન ઉપરાંત ઈન્ડોનેશિયા, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતે પણ આ ઘટનાને વખોડી કાઢી હતી.

LEAVE A REPLY

13 − 1 =