લેસ્ટરના નોર્થ એવિંગ્ટન વોર્ડના કાઉન્સિલર વનદેવી પંડ્યા (લેબર)ના રાજીનામાને પગલે પેટાચૂંટણી 13 ઓક્ટોબર, 2022ના રોજ યોજાનાર છે. જેના માટે પાંચ જણાએ ઉમેદવારી કરી છે.

આ બેઠક માટે આસિયા ગુલામોહમ્મદ બોરા (ગ્રીન પાર્ટી), જીતેશ દવે (લિબરલ ડેમોક્રેટ્સ), સંજય મોઢવાડિયા (કન્ઝર્વેટિવ અને યુનિયનિસ્ટ પાર્ટી) રાજુલ તેજુરા (લેબર) અને  ટેસા એલિસન વોરિંગ્ટન (ટ્રેડ યુનિયનિસ્ટ અને સોસ્યાલીસ્ટ કોએલીશન)એ ઉમેદવારી કરી છે.

કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર અને સ્થાનિક બિઝનેસમેન સંજય મોઢવાડિયાએ તાજેતરમાં શહેરની કાપડ ફેક્ટરીઓના સમર્થન માટે ઝુંબેશ ચલાવી હતી અને તેઓ ‘મેડ ઇન લેસ્ટર’ બ્રાન્ડ માટે દબાણ કરી રહ્યા છે. ગ્રીન પાર્ટીના આસિયા બોરા ગત પેટાચૂંટણીમાં પણ ઉભા રહ્યાં હતાં અને શ્રીમતી વનદેવી પંડ્યા અને કન્ઝર્વેટિવ ઉમેદવાર અબ્દુલ ઓસ્માન પછી ત્રીજા ક્રમે આવ્યાં હતાં.

લેબર પાર્ટીને આ પદ માટે 30 લોકો પાસેથી અરજીઓ મળી હતી. વનદેવી પંડ્યાનું રાજીનામું, કાઉન્સિલર દીપક બજાજના કન્ઝર્વેટિવ પાર્ટીમાં પક્ષપલટા અને લિન્ડસે બ્રોડવેલ દ્વારા અપક્ષ તરીકેનો તેમનો કાર્યકાળ પૂરો કરવાનો નિર્ણય લેવાતા હવે લેસ્ટર કાઉન્સિલમાં 49 લેબર સભ્યો, બે ટોરી, એક લિબરલ ડેમોક્રેટ, એક ઇન્ડીપેન્ડન્ટ કાઉન્સિલર અને એક ઓપન બેઠક બાકી રહી છે.

LEAVE A REPLY

eight − 4 =