New law proposed to end racial discrimination in California
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

હેટ ક્રાઇમ, વંશિય હિંસા અને ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં તીવ્ર વધારાને પગલે કેનેડામાં ભારતના નાગરિકો અને વિદ્યાર્થીઓને યોગ્ય સાવધાની રાખવાની અને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયે શુક્રવારે એક એડવાઇઝરી જારી કરી આ સૂચના આપી હતી.

કેનેડાની ધરતીના રાજકીય ઇરાદાવાળા અંતિમવાદી તત્વો દ્વારા ઉપયોગ અંગે ભારતે કેનેડા સમક્ષ ચિંતા વ્યક્ત કર્યાના એક દિવસ પછી આ એડવાઇઝરી જારી કરાઈ છે. અલગતાવાદી ગ્રૂપ દ્વારા તાજેતરના યોજવામાં આવેલા ખાલિસ્તાન જનમતસંગ્રહ અંગે પ્રતિક્રિયા આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ તેને હાસ્યાસ્પદ કવાયત ગણાવી હતી.

એડવાઇઝરીમાં જણાવાયું છે કે ગુનેગારો સામે કાર્યવાહી કરાઈ નથી. હેટ ક્રાઇમ, વંશિય હિંસા અને ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં તીવ્ર વધારો થયો છે. ભારતના વિદેશ મંત્રાલય અને કેનેડા ખાતેના કોન્સ્યુલેટ જનરલે કેનેડાના સત્તાવાળા સમક્ષ આ ઘટનાઓના મુદ્દા ઉઠાવ્યા હતા અને ગુનાઓની તપાસ અને યોગ્ય પગલાં લેવા માટે વિનંતી કરી હતી. ગુનેગારોને સામે કેનેડામાં અત્યાર સુધી કોઇ કાર્યવાહી થઈ નથી.

એડવાઇઝરીમાં જણાવ્યું હતું કે આવા ગુનાઓની ઘટનામાં વધારાને પગલે ભારતના નાગરિકો અને વિદ્યાર્થી તથા ટ્રાવેલ-અભ્યાસ માટે કેનેડા જઈ રહેલા લોકોને યોગ્ય સાવધાની રાખવાની અને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવે છે.

નિવેદનમાં જણાવ્યા અનુસાર ભારતના નાગરિકો અને ભારતના વિદ્યાર્થીઓને ટોરન્ટો અને વાનકુવરમાં ઇન્ડિયન કોન્સ્યુલેટ અથવા ઓટ્ટાવામાં ઇન્ડિયન મિશનમાં નોંધણી કરવાની પણ અપીલ કરાઈ છે. તેનાથી ઇમર્જન્સીના કિસ્સામાં ભારતીય હાઇકમિશન અને કોન્સ્યુલેટ જનરલ કેનેડામાં ભારતના નાગરિકો સાથે વધુ જારી રીતે કનેક્ટ થઈ શકશે. કેનેડામાં ભારતીય મૂળના આશરે 16 લાખ લોકો રહે છે. આ વર્ષે કેનેડામાં હિન્દી મંદિરો પર હુમલાની ઓછામાં ઓછી બે ઘટના બની છે.

LEAVE A REPLY

nineteen + 17 =