GoFirst files for bankruptcy, temporarily suspends all flights
(istockphoto.com)

તીવ્ર નાણાભીડને પગલે વાડિયા ગ્રૂપની માલિકીની લો-કોસ્ટ કેરિયર ગો ફર્સ્ટએ મંગળવારે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT), દિલ્હીમાં સ્વૈચ્છિક નાદારી રિઝોલ્યુશનની કાર્યવાહી માટે અરજી હતી અને એરલાઇનને 3મે અને 4મેના રોજ કામચલાઉ ધોરણે ફ્લાઇટ્સ સસ્પેન્ડ કરી હતી. NCLT અરજીને મંજૂર કરશે પછી ફ્લાઈટ્સ ફરી શરૂ થશે, એમ કંપનીના CEO કૌશિક ખોનાએ જણાવ્યું હતું.

પ્રેટ એન્ડ વ્હિટની (P&W)એ એન્જિનની સપ્લાય ન કરવાને કારણે ગો ફર્સ્ટને 28 વિમાનોને ગ્રાઉન્ડ પર રાખવાની ફરજ પડી છે. તેનાથી તે રોકડની ગંભીર અછતનો સામનો કરી રહી છે. ખોનાના જણાવ્યા અનુસાર કંપનીએ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT’s)ને સ્વૈચ્છિક નાદારી રિઝોલ્યુશન પ્રક્રિયાઓ માટે પણ વિનંતી કરી છે.

તેમણે જણાવ્યું હતું કે સ્વૈચ્છિક નાદારી નિરાકરણ પ્રક્રિયાઓ શરૂ કરવાની પસંદગી દુર્ભાગ્યપૂર્ણ હોવા છતાં, કંપનીના હિતોનું રક્ષણ કરવા માટે આવું કરવું જરૂરી હતું. એરલાઈને આ ઘટનાક્રમની સરકારને જાણ કરી છે અને તે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ને પણ સંપૂર્ણ અહેવાલ આપશે.

વાડિયા જૂથની માલિકીની એરલાઇન સંભવિત રોકાણકારો સાથે વાતચીત કરી રહી છે અને બિઝનેસમાં વ્યૂહાત્મક રોકાણકાર લાવવાની યોજના ધરાવે છે. વધુમાં, એરલાઈને યુએસ સ્થિત એન્જિન ઉત્પાદક સામે ડેલવેરની ફેડરલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે.

LEAVE A REPLY

19 − three =