REUTERS/Henry Nicholls
  • એક્સક્લુસિવ
  • બાર્ની ચૌધરી

તાજેતરમાં બહાર આવેલા આંકડાઓ મુજબ યુકેમાં વિદેશમાં જન્મેલા વસાહતીઓની સંખ્યા દિનપ્રતિદીન વધી રહી છે ત્યારે સાંસદો અને નિષ્ણાતોએ સરકારને વિનંતી કરી છે કે સરકારે એવા ઇમિગ્રન્ટ્સને સ્વીકારવા જોઈએ કે જેઓ બિઝનેસીસ સ્થાપવાનું જોખમ લે છે, સારી નોકરીઓનું સર્જન કરે છે અને બ્રિટનના અર્થતંત્રમાં બિલિયન્સ પાઉન્ડનું યોગદાન આપે.

ગરવી ગુજરાત સાથે વાત કરતા સાંસદો અને બિઝનેસ લીડર્સે કહ્યું હતું કે ‘’હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનને વસાહતીઓને “આક્રમણખોરો” તરીકે વર્ણવવા બદલ શરમ આવવી જોઈએ.’’

તાજેતરની વસ્તી ગણતરીના આંકડા મુજબ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં વસતા દર છમાંથી એક વ્યક્તિ અહીં યુકેમાં જન્મી નથી. વસાહતીઓની વિશાળ સંખ્યા ધરાવતા ટોચના 30 સ્થાનોમાં, ચાર સિવાયના તમામ લંડન બરોના છે. બ્રેન્ટમાં યુકેની બહાર જન્મેલા 55 ટકા લોકો રહે છે અને તેનો નંબર પહેલો છે. ફરી એકવાર, ભારત એવા દેશોમાં આગળ છે જ્યાં સૌથી વધુ વસાહતીઓનો જન્મ થયો છે. લેસ્ટર એ માટે ટોચનું શહેર છે જ્યાં 41 ટકા લોકો યુકેની બહાર જન્મ્યા હતા. 2011માં આ પ્રમાણ 34 ટકા હતું.

બ્રેન્ટ સેન્ટ્રલના લેબર એમપી ડોન બટલરે જણાવ્યું હતું કે, “આપણે કોનો જન્મ ક્યાં થયો છે તેની પર નહિં પણ તમે તેના દ્વારા શું માપી રહ્યા છો તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ દેશને તેના કરતા પણ વધુ સારો બનાવવા માટે અમને લોકોની જરૂર છે, અમને પેન્શન ચૂકવવા માટે લોકોની જરૂર છે.’’

લેસ્ટર સાઉથના એમપી અને શેડો વર્ક અને પેન્શન સેક્રેટરીએ જોન એશવર્થે જણાવ્યું હતું કે “સ્વાભાવિક રીતે, તમારા વાચકો ગુજરાતી, પંજાબી, બાંગ્લાદેશી અને પાકિસ્તાની વારસો ધરાવતા વાચકો વાકેફ હશે કે લેસ્ટર ગૌરવપૂર્ણ રીતે વૈવિધ્યસભર અને વિશ્વભરમાં લોકોનું સ્વાગત કરવા માટે જાણીતું શહેર છે. પરંતુ હવે અમે સોમાલિયા, સોમાલીલેન્ડ, મધ્ય પૂર્વના દેશો, આફ્રિકાના ભાગોમાંથી સમુદાયોને આવતા જોયા છે. કુર્દિશ સહિત લેસ્ટરે અફઘાનિસ્તાન અને યુક્રેનના શરણાર્થીઓને આવકાર્યા છે. અહિંના ગોલ્ડન માઇલની ગતિશીલ અર્થવ્યવસ્થા અને ધમધમતા બિઝનેસીસ ઇમિગ્રન્ટ્સને આભારી છે.’’

લેસ્ટરશાયર એશિયન બિઝનેસ એસોસેએશનના સ્થાપક અને ભૂતપૂર્વ પ્રમુખ જાફર કપાસીએ કહ્યું હતું કે ‘’અમે એશિયન અને બિન-એશિયન પરિવારો માટે હજારો નોકરીઓનું સર્જન કર્યું છે. અમે એ પણ સુનિશ્ચિત કર્યું કે કેટલાક ઉચ્ચ કુશળ બ્રિટિશ લોકો પણ અમારા માટે કામ કરે છે. કેટલીક કંપનીઓના ચીફ એક્ઝિક્યુટિવ શ્વેત હતા.’’

ગરવી ગુજરાતનું એશિયન રિચ લિસ્ટ યુકેમાં દક્ષિણ એશિયન બિઝનેસના યોગદાનને સ્પષ્ટ કરે છે. તેના ટોચના 101 બિઝનેસીસનું મૂલ્ય £99 બિલિયનની ટોચે છે અને તેઓ હજારો લોકોને રોજગારી આપે છે.

યુનિવર્સિટી ઓફ સાઉધમ્પ્ટનની બિઝનેસ સ્કૂલના એસોસિયેટ પ્રોફેસર ડૉ. અજિત નાયક, જાફર કપાસી તથા અન્ય અગ્રણીઓએ પણ એશિયન સમુદાયના લોકોના ફાર્માસ્યટિકલ, બેન્કીંગ, એકાઉન્ટીંગ, રાજકારણ અને બિઝનેસ ક્ષેત્રે આપેલા યોગદાનની સરાહના કરી હતી.

 

 

LEAVE A REPLY