Social activist Teesta Setalvad
સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ (ANI PHOTO) (ફાઇલ ફોટો)

ગુજરાતના રમખાણો પછી રાજ્યને બદનામ કરવાના અને નિર્દોષ લોકોને ફસાવી દેવાના કેસમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ(સીટ)એ બુધવારે સીટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ સંસ્થાના સેક્રેટરી તિસ્તા શેતલવાડ, ભૂતપૂર્વ આઇપીએસ અધિકારી આર બી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ વિરૂધ્ધ અમદાવાદની મેટ્રોપોલીટન કોર્ટ ચાર્જશીટ દાખલ કરી હતી.

આ ચાર્જશીટમાં આશરે ૯૦ સાક્ષીઓ, નવ પંચો અને અન્ય ૧૧ મહત્વના દસ્તાવેજી પુરાવાઓ સહિત કુલ ૧૦૧ સાક્ષીઓનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચાર્જશીટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો કે, તિસ્તા સહિતના આરોપીઓ દ્વારા ખતરનાક કાવતરાના ભાગરૂપે તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, સરકારના ઉચ્ચ અમલદારો અને ભાજપના નેતાઓ-આગેવાનોને રમખાણોના કેસોમાં ખોટી રીતે સંડોવી-ફસાવી તેઓને મૃત્યુંદડની સજા કરાવવાનો હતો. તિસ્તા શેતલવાડ સહિતના આરોપીઓનો ઇરાદો નરેન્દ્ર મોદી, ઉચ્ચ અધિકારીઓ અને ભાજપના આગેવાનોને મૃત્યુદંડની સજા કરાવવાનો હતો

ચાર્જશીટમાં જણાવાયું છે કે તિસ્તા સહિતના આરોપીઓ ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની શાખને હાનિ-નુકસાન પહોંચાડવા અને તેમની રાજકીય કારકિર્દી ખતમ કરવા માંગતા હતા. તિસ્તા સહિતના આરોપીઓએ પોતાના બદઇરાદાઓ પાર પાડવા અને આર્થિક, રાજકીય તેમ જ અન્ય લાભો ખાટવા માટે કાયદાકીય પ્રક્રિયાનો દૂરપયોગ કરી બહુ મોટુ કાવતરુ રચ્યું હતુ. તિસ્તા શેતલવાડ ગોધરા ટ્રેનના હત્યાકાંડ પછી ૨૦૦૨માં નરેન્દ્ર ભાઇ મોદી, સરકારના ઉચ્ચ અમલદારો અને ભાજપના ઉચ્ચ આગેવાનોને ગોધરાકાંડના બાદ રાજયમાં ફાટી નીકળેલા કોમી તોફાનોના કેસમોમાં સંડોવવા અને તેમની વિરૂધ્ધ ખોટા કેસો અને પુરાવા ઉભા કરવાનું કાવતરાંમાં સામેલ હતા.

LEAVE A REPLY

4 + 5 =